________________
[ ૨૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ભગવાન – હે ગૌતમ! તું સ્કંદ નામના તાપસને જોઈશ. ગૌતમ- ભગવન્! હું તેને કયારે, કઈ રીતે અને કેટલા સમય પછી જોઈશ?
ભગવાન– હે ગૌતમ! તે કાલે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. જેનુ વર્ણન પૂર્વવત્ જાણી લેવું જોઈએ. તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ નામના પરિવ્રાજકના શિષ્ય કાત્યાયન ગોત્રીય સ્કંદ નામના પરિવ્રાજક રહેતા હતા. તે સંબંધિત સંપૂર્ણ વૃતાન્ત પૂર્વવતુ જાણવો. તે સ્કંદક પરિવ્રાજકે જ્યાં હું છું, ત્યાં મારી પાસે આવવાનો સંકલ્પ કર્યો છે. તે તેના સ્થાનેથી પ્રસ્થાન કરીને મારી પાસે આવી રહ્યા છે. વર્તમાને તે માર્ગમાં ચાલી રહ્યા છે. તે મધ્યના માર્ગમાં છે. હે ગૌતમ! તું આજે જ તેને જોઈશ.'
પુનઃ હે ભગવન! આ પ્રમાણે ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને સંબોધન કરીને, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! શું તે કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજક આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈ, આગાર—ઘરને છોડીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવામાં સમર્થ છે? અર્થાત્ પ્રવ્રજિત થશે?
હા, ગૌતમ! તે મારી પાસે અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવામાં સમર્થ છે અર્થાત્ પ્રવ્રજિત થશે. २५ जावं य णं समणे भगवं महावीरे भगवओ गोयमस्स एयमटुं परिकहेइ, तावं च णं से खदए कच्चायणसगोत्ते तं देसं हव्वं आगए । ભાવાર્થ :- જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ભગવાન ગૌતમ સ્વામીને પૂર્વોક્ત વાત કહી રહ્યા હતા, ત્યાં જ તે કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજક તે સ્થાનમાં ભગવાન મહાવીરની પાસે શીધ્ર આવી પહોંચ્યા. ગૌતમસ્વામી દ્વારા સ્કંદકનું સ્વાગત :| २६ तए णं भगवं गोयमे खंदयं कच्चायणसगोतं अदूरागयं जाणित्ता खिप्पामेव अब्भुट्टेइ, अब्भुट्टित्ता खिप्पामेव पच्चुवगच्छइ, जेणेव खंदए कच्चायणसगोत्ते तेणेव उवागच्छइ, उवागच्छिता खंदयं कच्चायणसगोत्तं एवं वयासी- (अहो ण) हे खंदया! सागयं खंदया ! सुसागयं खंदया! अणुरागयं खंदया ! सागयमणुरागयं खंदया। से णूणं तुमं खंदया ! सावत्थीए णयरीए पिंगलएणं णियंठेणं वेसालियसावएणं इणमक्खेण पुच्छिए- मागहा ! किं सअंते लोए, अणंते लोए ? तं चेव जेणेव इहं, तेणेव हव्वमागए, से णूणं ચાંલ્યા ! ગદ્દે સમદ્ ? હંતા, Oિ |
तए णं से खंदए कच्चायणसगोत्ते भगवं गोयम एवं वयासी- से केस