________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
૨૪૯ ]
કરવા શાસ્ત્રકારે અસ્થિર, ચિંતા, સ્થિg, મોગર સંખે આ શબ્દોનો પ્રયોગ કર્યો છે. અસ્થિ = આધ્યાત્મિક, ચિંતિત સ્મૃત્યાત્મક, પત્યિ = અભિલાષાત્મક, મોણ = મનમાં વિદ્યમાન, વચનથી અપ્રકાશિત, સંખે = સંકલ્પ, આધ્યાત્મિક ભાવથી સંકલ્પ સુધીનો આ એક વાક્ય ગુચ્છક છે. તેમાં સંકલ્પની ક્રિયા નિર્દિષ્ટ છે. સ્કંદ પરિવ્રાજકે જનસમૂહ પાસેથી પ્રભુના પદાર્પણને સાંભળ્યું, ત્યારે તેના મનમાં એક આંતરિક સ્પંદન થયું, તેણે સ્મૃતિનું રૂપ લીધું, સ્મૃતિએ ઈચ્છાને જાગૃત કરી, ઈચ્છા મનના સ્તર પર પ્રગટ થઈ ગઈ અને અંતે સંકલ્પ અભિવ્યક્ત થયો.
સ્કંદકને પ્રભુ પ્રતિ ભક્તિ સહ વિશ્વાસ ઉત્પન્ન થયો કે મારી જિજ્ઞાસાની તૃપ્તિ પ્રભુ મહાવીર સમીપે થશે. તેથી તેણે પ્રભુ સમીપે જવાનો સંકલ્પ કર્યો.
તે સંકલ્પને ક્રિયાત્મક બનાવવા પરિવ્રાજકના મઠમાં જઈને પોતાના ઉપકરણોને સાથે લઈને પ્રભુની તરફ પ્રસ્થાન કર્યું. શ્રમણો કે પરિવ્રાજકો પોતાના સ્થાનમાં ગમે તે રીતે રહેતા હોય પરંતુ જ્યારે સ્થાનની બહાર જાય છે, ત્યારે લોકમાં પ્રતીતી કરાવવા, પોતાની વેશભૂષાની મર્યાદા અનુસાર સર્વ ઉપકરણો સાથે લઈને, વ્યવસ્થિત રીતે જ જાય છે. જૈન શ્રમણોની પણ આ પ્રકારની જ સમાચારી હોય છે. તેથી જ સ્કંદક સંન્યાસી સર્વ ઉપકરણો સાથે લઈને પ્રભુ પાસે ગયા છે.
કુંદક પરિવ્રાજકના આગમનનું કથન :| २४ गोयमा ! इति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासीदच्छिसि णं गोयमा ! पुव्वसंगइयं । कंणं भंते ? खंदयं णाम । से काहे वा, कहं वा, केवच्चिरेण वा ? एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं सावत्थी णामं णयरी होत्था, वण्णओ । तत्थ णं सावत्थीए णयरीए गद्दभालस्स अंतेवासी खदए णामं कच्चायणसगोत्ते परिव्वायए परिवसइ । तं चेव जाव जेणेव ममं अंतिए, तेणेव पहारेत्थ गमणाए । से अदूरागते बहुसंपते अद्धाणपडिवण्णे अंतरा पहे वट्टइ । अज्जेव णं दच्छिसि गोयमा !
भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता, णमंसित्ता एवं वयासी- पहू णं भंते ! खंदए कच्चायणसगोत्ते देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता णं, आगराओ अणगारियं पव्वइत्तए ? हंता, पभु । ભાવાર્થ :- હે ગૌતમ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે પોતાના જ્યેષ્ઠ શિષ્ય શ્રી ઈન્દ્રભૂતિ અણગારને સંબોધિત કરીને કહ્યું, હે ગૌતમ ! આજે તું તારા પૂર્વના સાથીને જોઈશ.
ગૌતમ- હે ભગવન! આજે કોને જોઈશ?