________________
**
ગયું છે. જે પરમાણુઓ યંત્રથી પણ જોઈ શકાતા નથી, તેવા અનંતાનંત સૂક્ષ્મ કણોને જૈનદર્શન અચાક્ષુસ માને છે અને તે કેવળજ્ઞાન ગમ્ય જ છે. આ પરમાણુ વિષે જૈનદર્શને ઘણા બોલો દ્વારા નિર્ધારણ કર્યું છે. આપણે અહીં તેમાંથી બે ચાર બોલનો નમુનો જોઈશું.
કાળનો જે નાનામાં નાનો ભાગ છે તેને જૈનદર્શનમાં ‘સમય’ કહેવામાં આવે છે. આંખના એક પલકારામાં અસંખ્ય સમય ચાલ્યા જાય છે. ટચલી આંગળીના એક વેઢા જેટલા ક્ષેત્રમાં આકાશના અસંખ્ય ભાગો સમાયેલાં છે. જેને જૈનદર્શન ‘આકાશપ્રદેશ’ કહે છે. આ આકાશપ્રદેશ કેટલા સૂક્ષ્મ છે તે જુઓ. એટલા નાનાં ક્ષેત્રમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ ઉપાડવામાં આવે તો અસંખ્ય વરસો વ્યતીત થાય, તો પણ તે આકાશપ્રદેશો ગણી શકાય નહીં. આવા સૂક્ષ્મ સ્વરૂપવાળા એક આકાશપ્રદેશમાં અનંતાનંત પરમાણુ નિવાસ કરે છે. તો તેની સૂક્ષ્મતા કેટલી ?
હવે આ પરમાણુની ગતિશીલતા જુઓ – એ પરમાણુ એક સમયમાં ચૌદ રજ્જુના બ્રહ્માંડને પાર કરી શકે છે, એક એક પરમાણુ ભિન્ન ભિન્ન પ્રકારના ભૌતિક ગુણોનો ભંડાર છે. જેમાં અનંતાનંત પરિવર્તન થતું રહે છે. તેમાં મુખ્ય પાંચ ગુણો સમાયેલાં છે – (૧) રૂપ (૨) રસ (૩) ગંધ (૪) સ્પર્શ (૫) વીર્ય. વીર્ય એ પાવર છે અર્થાત્ શક્તિ રૂપ છે. જો કે આજનું સાયન્સ ફક્ત પ્રકાશમાં જ રૂપનું અસ્તિત્વ સ્વીકારે છે.....
જૈન દર્શનનો પરમાણુ ક્યારેય પણ ખંડિત થતો નથી, અખંડ, અવનાશી અને શાશ્વત છે. સંયોગ – વિયોગ પામે છે પરંતુ પરમાણુનો લય-વિનાશ થતો નથી.
પરમાણુવાદ સિવાય ભગવતી સૂત્રનો એક મુખ્ય વિષય કર્મવાદ છે. જો કે કર્મવાદ છોડીને, પણ બીજા સેંકડો વિષયનો શ્રી ભગવતી સૂત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે, છતાં કર્મવાદનો ઉલ્લેખ કરીને આ લેખ સમાપ્ત કરીશું. કારણ કે શાસ્ત્રના મૂળ વિષયને તો ગ્રંથકાર
સ્વયં પ્રકાશિત કરવાના જ છે. તેથી એ વિષયોમાં ન જતાં પ્રાસ્તવિક વાતનો જ ઉલ્લેખ કરીશું.
જૈનદર્શને કર્મવાદને ઘણું જ મહત્ત્વ આપી તેનું સંગોપાંગ વિજ્ઞાન તૈયાર કર્યું છે. જૈન તત્ત્વજ્ઞાનના કર્મગ્રંથો કે ગોમટ્ટસાર આ વાતની સાક્ષી પૂરે છે. સાધારણપણે સમસ્ત ભારતની સંસ્કૃતિમાં કર્મ અને કર્મવાદ વણાયેલાં છે પરંતુ કર્મસિદ્ધાંતો માટે જૈનદર્શનમાં કે ભગવતી સૂત્રમાં જે ઊંડું તલસ્પર્શી, સચોટ સ્પષ્ટીકરણ છે તેનો નમુનો વિશ્વના બીજા કોઈપણ સાહિત્યમાં મળી શકે તેમ નથી.
સામાન્ય રીતે ભારતવાસી કે કોઈપણ જૈન કે કોઈપણ ધર્મની સાથે સંબંધ
AB
24