________________
**
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
શ્રીમદ્ ભગવતી સૂત્રની ભાવસ્પર્શના
ભગવતી સૂત્ર વિષે વચાર કરવો કે કંઈક મંતવ્ય જણાવવું તે મહાસાગરમાં ડૂબકી મારી મોતી મેળવવા જેટલું કઠિન કાર્ય છે. ખરેખર, શ્રી ભગવતી સૂત્રનું સ્મરણ થતાં જ નતમસ્તક થઈ જવાય છે. હિમાલયના દર્શન કરવા જેટલા સરળ છે તેટલી જ હિમાલયની યાત્રા કરવી મહાકઠિન છે. શું આપને નથી લાગતું કે ભગવતી સૂત્ર તો જ્ઞાનનો ઉછળતો મહાસાગર છે ?
માનતુંગ સૂરીશ્વરજી મહારાજે ઋષભદેવ ભગવાનની સ્તુતિને મહાસાગર તરવા જેટલી કઠિન બતાવી છે પરંતુ ખરેખર તે સ્તુતિ એટલી કઠિન છે કે નહીં તે વાત વિચારણીય છે પરંતુ ભગવતી સૂત્રનું અવગાહન કરવું વાસ્તવમાં એટલું જ કઠિન છે, જેટલો બે હાથ વડે મહાસાગર તરવો કઠિન છે. તો ચાલો... આપણે ભગવતી સૂત્રના પ્રારંભિક ચાર શતકની યાત્રા કરીએ પરંતુ તે પહેલાં ભગવતી સૂત્ર વિષે કંઈક અભિગમ કરી લઈએ.
આ સમગ્ર શાસ્ત્ર પ્રશ્નોત્તરોનો વિશાળ રત્નભંડાર છે. આમાંના ઘણા પ્રશ્નો તલસ્પર્શી, આધ્યાત્મિક ભાવોને ઉજાગર કરે છે. જ્યારે કેટલાક પ્રશ્નો દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ પર આધારિત છે, તો અમુક પ્રશ્નો હળવું નિર્દોષ હાસ્ય પૂરું પાડીને, જ્ઞાનના કેટલાક નવા દ્વાર ખોલે છે. આ પ્રશ્નોની ધારા સચોટ હોવા છતાં બધા પ્રશ્નો કોઈ આનુષાંગિક ક્રમમાં ગોઠવાયેલા નથી. છતાં તે એક-એક પ્રશ્ન જાણે કે એક એક સિદ્ધાંત અને એક એક શાસ્ત્રનું ઉદ્ઘાટન કરે છે. ભગવતી સૂત્રની ભૂમિકા જ વસ્તુતઃ અલૌકિક છે.
AB
આજના વિજ્ઞાને અણુ, પરમાણુને સમજવાની કોશિષ કરી છે. તે વૈજ્ઞાનિકોના પરમાણુ અને જૈનદર્શનના પરમાણુ વિષે થોડો તુલનાત્મક વિચાર કરીશું. વૈજ્ઞાનિક દૃષ્ટિએ અણુમાં ત્રણ અંશો સ્થાપિત કરવામાં આવ્યા છે – ‘પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન’. આ ત્રણે અંશોમાં ઘણી જ ગતિશીલતા છે. તે અણુના પાવરને સૂચિત કરે છે. આથી વધારે ઊંડાણમાં હજુ વિજ્ઞાન ગયું નથી. જ્યારે જૈનદર્શન આ બધા વૈજ્ઞાનિક પરમાણુઓને અનંતાનંત પરમાણુના પિંડ માને છે. આથી સમજાશે કે જૈનદર્શન પરમાણુવાદમાં કેટલું ઊંડું
23