________________
૨૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ક્રિયા કરવાથી દુઃખનું કારણ બને છે, ન કરવાથી દુઃખનું કારણ બનતી નથી. એ પ્રમાણે કથન કરવું જોઈએ. ઘટા
કૃત્ય દુઃખ છે, સ્પૃશ્ય દુઃખ છે, ક્રિયમાણ કૃત દુઃખ છે. તેને કરી-કરીને પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ વેદના ભોગવે છે. એ પ્રમાણે કહેવું જોઈએ. પલા વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અન્યતીર્થિકોની કેટલીક વિપરીત માન્યતાઓનું ભગવાન મહાવીરે નિરાકરણ કરીને, સ્વસિદ્ધાંતને પ્રસ્તુત કર્યો છે. (૧) ચલાયમાન કર્મો તે જ ક્ષણમાં ચલિત ન થાય, તો દ્વિતીયાદિ સમયોમાં પણ અચલિત રહેશે. અને પછી કોઈ પણ સમયમાં તે કર્મ ચલિત થશે નહિ. તેથી ચલાયમાન ચલિત છે. (૨) બે પરમાણુ સૂક્ષ્મ અને સ્નિગ્ધતા રહિત હોવાથી પરસ્પર ચીપકીને ધરૂપે પરિણમન પામતા નથી, તે કથન પણ અયુક્ત છે, કારણ કે પ્રત્યેક પરમાણુમાં સ્નિગ્ધતા, રૂક્ષતા આદિ ગુણ હોય છે. તેથી બે પરમાણુ પણ પરસ્પર જોડાઈને ક્રિપ્રદેશ સ્કંધરૂપે પરિણમે છે તેમ માનવું યુક્તિયુક્ત છે. (૩) ત્રણ પરમાણુ પુદ્ગલના બે વિભાગ-દોઢ દોઢ પરમાણુ રૂપે માનવું, તે પણ યથાર્થ નથી, કારણ કે પરમાણુના બે વિભાગ થતાં નથી અને જો બે ભાગ થાય છે તો તે પરમાણુ નથી. (૪) પરસ્પર મળેલા સ્કંધરૂપે પરિણત થયેલા પાંચ પરમાણુ પુદ્ગલ કર્મરૂપદુિઃખરૂ૫] હોય છે. આ કથન પણ અસંગત છે, કારણ કે કર્મ અનંત પરમાણુરૂપ હોવાથી અનંતપ્રદેશી, અનંત સ્કંધરૂપ છે અને પાંચ પરમાણુ તો માત્ર સ્કંધરૂપ જ છે. દુઃખ સ્વતઃ સ્વભાવથી જ ઉત્પન્ન થતું નથી. પરંતુ ઉત્પન્ન કરવાથી થાય છે, ઉત્પન્ન કર્યા વિના થતું નથી. માટે પાંચ પરમાણુ પુદ્ગલ સ્વતઃ દુઃખરૂપ બની જતા નથી. (૫) કર્મ[દુઃખ]ને શાશ્વત માનવું તે પણ ઠીક નથી. કારણ કે કર્મને જો શાશ્વત માનીએ તો કર્મનો ક્ષયોપશમ, ક્ષય આદિ ન થવાથી જ્ઞાનાદિની હાનિ, વૃદ્ધિ થશે નહિ પરંતુ જ્ઞાનાદિની હાનિ-વૃદ્ધિ લોકમાં પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી કર્મ[દુઃખ) શાશ્વત નથી. (૬) તેમજ કર્મ[દુઃખ] ચયને પ્રાપ્ત થાય છે, કર્મ નષ્ટ થાય છે, આ કથન પણ કર્મને શાશ્વત માનવા પર ઘટિત થશે નહીં. (૭) ભાષાના કારણભૂત હોવાથી બોલતા પહેલાની ભાષા, ભાષા છે, આ કથન અયુક્ત છે. તેમજ બોલતા સમયની ભાષાને અભાષા કહેવાનો અર્થ એ થાય કે, વર્તમાનકાલ વ્યવહારનું અંગ નથી. આ કથન પણ મિથ્યા છે. કારણ કે વિધમાનરૂપ વર્તમાનકાલ જ વ્યવહારનું અંગ છે. ભૂતકાલ નષ્ટ થઈ ગયેલો હોવાથી અને ભવિષ્ય અસરૂપ હોવાથી અવિદ્યમાનરૂપ છે, તેથી તે બંને કાલ વ્યવહારના અંગ નથી. (૮) બોલતા પહેલાની ભાષાને ભાષા માનીને પણ તેને, ન બોલતા પુરુષની ભાષા માનીએ તો તે અત્યંત