________________
| શતક-૧: ઉદ્દેશક-૧૦
| ર૨૯ ]
વિરુદ્ધ છે. કારણ કે, અભાષકની ભાષાને જ ભાષા માનીએ તો સિદ્ધ ભગવાનને અથવા જડ પદાર્થને ભાષાની પ્રાપ્તિ થશે અને જે ભાષક છે તેની ભાષા માની શકાશે નહીં.
(૯) કરાતી ક્રિયા દુઃખરૂપ (કર્મબંધ રૂ૫)ન બતાવતા પૂર્વની ક્રિયા અથવા પછીની ક્રિયાને દુઃખરૂપ (કર્મબંધ રૂ૫) બતાવવી તે પણ અનુભવ વિરુદ્ધ છે. કારણ કે કરતા સમયની જ ક્રિયા સુખરૂપ અથવા દુઃખરૂપ (શુભાશુભ કર્મબંધ રૂ૫)હોય છે. કરતા પહેલાં કે પછી ક્રિયા સુખરૂપ કે દુઃખરૂપ શુભાશુભ કર્મબંધ રૂપ હોતી નથી.
આ રીતે અન્યતીર્થિકોના સિદ્ધાંતો યુક્તિસંગત નથી. ઐચંપથિકી અને સાંપરાચિકી ક્રિયા :| ३ अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति जाव एवं खलु एगे जीवे एएगेणं समएणं दो किरियाओ पकरेइ । तं जहा- इरियावहियं च, संपराइयं च । जं समय इरियावहियं पकरेइ तं समयं संपराइयं पकरेइ, जं समयं संपराइयं पकरेइ, तं समय इरियावहियं पकरेइ । इरियावहियाए पकरणयाए संपराइयं पकरेइ, संपराइयाए पकरणयाए इरियावहियं पकरेइ। एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ । तं जहा- इरियावहियं च, संपराइयं च । से कहमेय भते ! एवं?
___ गोयमा ! जंणं ते अण्णउत्थिया एवमाइक्खंति, तं चेव जाव जे ते एवं आहंसु, मिच्छा ते एवं आहंसु । अहं पुण गोयमा ! एवं आइक्खामि जाव एवं खलु एगे जीवे एगेणं समएणं एक्कं किरियं पकरेइ एवं अण्णउत्थियवत्तव्वं ससमयवत्तव्वयाए णेयव्वं जाव इरियावहियं वा, संपराइयं वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, તેમજ પ્રરૂપણા કરે છે કે, એક જીવ એક સમયમાં બેક્રિયા કરે છે, તે આ પ્રકારે છે– ઈર્યાપથિકી અને સાંપરાયિકી. જે સમયે જીવ] ઈર્યાપથિકી ક્રિયા કરે છે, તે સમયે સાંપરાયકી ક્રિયા કરે છે અને જે સમયે સાંપરાયિકી ક્રિયા કરે છે, તે સમયે ઈર્યાપથિકી ક્રિયા કરે છે. ઈર્યાપથિકી ક્રિયા કરવાથી સાંપરાયિક ક્રિયા થાય છે અને સાંપરાયિક ક્રિયા કરવાથી ઈર્યાપથિકી ક્રિયા થાય છે. આ રીતે એક જીવ એક સમયમાં બે ક્રિયા કરે છે. આ કિથન કેવી રીતે હોઈ શકે?
ઉત્તર– હે ગૌતમ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, તેઓનું તે કથન મિથ્યા છે. હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું કે એક જીવ એક સમયમાં એક ક્રિયા કરે છે. અહીં પ્રશ્નગત અન્યતીર્થિક વક્તવ્યતાનુસાર સ્વસમયની એક સમયમાં એક ક્રિયાની વક્તવ્યતાનું કથન કરવું જોઈએ. જેમ કે ઈર્યાપથિક ક્રિયા અથવા