________________
| શતક-૧: ઉદ્દેશક-૧૦
| ર૨૭ ]
क्कंतं च णं भासिया भासा अभासा; सा किं भासओ भासा? अभासओ भासा? भासओ णं भासा । णो खलु सा अभासओ भासा ॥६॥
पुव्वि किरिया अदुक्खा, एवं जहा भासा तहा भाणियव्वा किरिया वि ॥७॥ जाव करणओ णं सा दुक्खा णो खलु सा अकरणओ दुक्खा। सेवं वत्तव्वं सिया ॥८॥
किच्चं दुक्खं, फुसं दुक्खं, कज्जमाणकडं दुक्खं; कटु कटु पाण-भूय-जीव-सत्ता वेयणं वेदेति, इति वत्तव्वं सिया ॥९॥ ભાવાર્થ :- ઉત્તર- હે ગૌતમ! અન્યતીર્થિકોનું વેદના ભોગવે છે ત્યાં સુધીનું સર્વ વક્તવ્ય મિથ્યા છે, હું આ પ્રમાણે કહું છું કે જે કર્મ ચલાયમાન થઈ રહ્યું, તે ચલિત કહેવાય છે અને જે કર્મ નિર્જરી રહ્યું છે, તે નિર્જીર્ણ કહેવાય છે. ૧
બે પરમાણુ યુગલ સ્કંધ રૂપે પરિણમન પામે છે. તેનું શું કારણ છે? બંને પરમાણુમાં સ્નિગ્ધતા છે. તેથી બે પરમાણુ એક સ્કંધ રૂપે પરિણમે છે. તે બે પરમાણુ પુલના બે ભાગ થઈ શકે છે. જો તેના બે ભાગ થાય તો એક તરફ એક પરમાણુ અને બીજી તરફ એક પરમાણુ રહે છે. મારા
ત્રણ પરમાણુ પુદ્ગલ એક સ્કંધરૂપે પરિણમન પામે છે, તેનું શું કારણ છે? તે પરમાણુ પુદ્ગલમાં સ્નિગ્ધતા છે, તેથી ત્રણ પરમાણુ પુદ્ગલ એક સ્કંધ રૂપે પરિણમે છે. તે ત્રણ પરમાણુ યુગલોના બે ભાગ પણ થઈ શકે છે અને ત્રણ ભાગ પણ થઈ શકે છે. બે ભાગ થાય તો એક તરફ એક પરમાણુ અને બીજી તરફ બે પ્રદેશવાળો એક દ્રયણુક સ્કંધ થાય છે. ત્રણ ભાગ થાય તો ત્રણ પરમાણુ થઈ જાય છે. તે જ રીતે ચાર પરમાણુ પુદ્ગલ વગેરેમાં પણ સમજવું જોઈએ. પરંતુ ત્રણ પરમાણુનો દોઢ-દોઢ તેવા ભાગ થઈ શકતા નથી. પાકા
પાંચ પરમાણુ પુલ પરસ્પર જોડાઈ જાય છે અને પરસ્પર ચીપકીને એક સ્કંધ રૂપે બની જાય છે. તે સ્કંધ અશાશ્વત છે અને સદા ઉપચય તથા અપચયને પ્રાપ્ત થાય છે અર્થાત્ તે વધે-ઘટે પણ છે. જા
બોલતા પહેલાંની ભાષા, અભાષા છે, બોલતા સમયની ભાષા, ભાષા છે અને બોલ્યા પછીની ભાષા, પણ અભાષા છે. પા
પ્રશ્ન- બોલતા પહેલાંની ભાષા, અભાષા છે, બોલતા સમયની ભાષા, ભાષા છે અને બોલ્યા પછીની ભાષા પણ અભાષા છે, તો શું બોલનાર પુરુષની ભાષા છે, કે નહિ બોલનાર પુરુષની ભાષા છે?
ઉત્તર– તે બોલનાર પુરુષની જ ભાષા છે, નહિ બોલનાર પુરુષની ભાષા નથી. જ્ઞા કરતાં પહેલા ક્રિયા દુઃખનું કારણ હોતી નથી વગેરે ભાષાની સમાન સમજવું જોઈએ. છા