________________
| ૨૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રાસુક અને એષણીય આહારાદિનો ઉપભોગ કરનાર શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? તેમજ શેનો ઉપચય કરે છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રાસુક અને એષણીય આહારાદિ ભોગવનાર શ્રમણ નિગ્રંથ, આયુષ્યકર્મને છોડીને, સાત કર્મની દઢ બંધનથી બદ્ધ પ્રવૃતિઓને શિથિલ કરે છે વગેરે સંવૃત્ત અણગારની સમાન સમજવું જોઈએ, તેમજ તે સંસારને પાર કરી જાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? કે તે સંસારને પાર કરી જાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રાસક અને એષણીય આહારાદિનો ઉપભોગ કરનાર શ્રમણ નિગ્રંથ પોતાના આત્મધર્મનું ઉલ્લંઘન કરતા નથી. પોતાના આત્મધર્મનું ઉલ્લંઘન ન કરતા, તે શ્રમણ નિગ્રંથ પૃથ્વીકાયથી ત્રસકાય પર્વતના જીવોનાં જીવનને ઈચ્છે છે અને જે જીવોનાં શરીરનો તે આહાર કરે છે, તેનું જીવન પણ તે ઈચ્છે છે. હે ગૌતમ! તે કારણથી તે સંસારને પાર કરી જાય છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં ક્રમશઃ આધાર્મિદોષયુક્ત અને પ્રાસુક એષણીય આહારાદિના ઉપભોગનું ફળ બતાવ્યું છે. પાસુન્ન :-પ્રાસુક = અચિત્ત-નિર્જીવ, એષણીય = આહારાદિ સંબંધિત દોષોથી રહિત. આદમ્મિ (આધાકર્મ):- આથી સીધુ પ્રથાનેન યત સવેતનમવેતન વિતે, અવેતન વા વ્યતે, રાયતે વા વૃશિવમ્ ભૂયતે વા વાવિવશે, ત આયર્મ | સાધુના નિમિત્તે ગૃહસ્થ સચેત વસ્તુને અચેત કરે અર્થાત્ સજીવ વસ્તુને નિર્જીવ બનાવે, અચિત્ત વસ્તુને રાંધે, ઘર-મકાન આદિ બંધાવે, વસ્ત્રાદિ વણાવે તેને આધાકર્મ કહે છે.
આધાકર્મ આદિ દોષયુક્ત આહાર સેવનનું ફળ સંસારપરિભ્રમણ અને પ્રાસુક તેમજ એષણીય આહારના ઉપભોગનું ફળ સંસારસાગરને તરી જવો તે છે. આધાકર્મ દોષયુક્ત આહારનું સેવન કરનાર સાધકના અંતરમાં જીવો પ્રત્યેની અનુકંપાનો ભાવ ધીરે ધીરે દૂર થતો જાય છે. તેથી છકાયની દયારૂપ સંયમધર્મ–આત્મધર્મનો જ ઘાત થાય છે અને નિર્દોષ આહાર સેવન કરનાર સાધક જીવદયા રૂપ સંયમધર્મ અને આત્મધર્મનું પાલન કરે છે. દોષ સેવનથી સંયમની વિરાધના થાય છે અને દોષના ત્યાગથી સંયમની આરાધના થાય છે. આરાધના કરનાર સંસાર અટવીને પાર કરી જાય છે અને વિરાધના કરનાર સંસાર અટવીમાં ભ્રમણ કરે છે.
અન્ય સુત્રોમાં આધાકર્મી આહારાદિના સેવનથી થતાં કર્મબંધનમાં વિકલ્પ કહ્યો છે. કોઈ શ્રમણ પરિસ્થિતિવશ, આધાકર્મી આહારનું સેવન કરે અને શુદ્ધ ભાવથી તેની આલોચનાદિ કરી લે, તો તે ગાઢ કર્મ બંધ કરતો નથી. પરંતુ જે શ્રમણ પ્રમાદવશ, સંયમભાવની શિથિલતાથી દોષયુક્ત આહારનું સેવન