________________
[ ૨૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
સ્વામીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! શું શ્રેષ્ઠી શ્રીમંત અને દરિદ્રને, કૃપણ અને ક્ષત્રિય[રાજા]ને અપ્રત્યાખ્યાન ક્રિયા અર્થાત્ અપ્રત્યાખ્યાન જન્ય કર્મબંધ સમાન હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! શ્રેષ્ઠીથી ક્ષત્રિય પર્યત સર્વને અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન જ હોય છે અર્થાત્ અપ્રત્યાખ્યાનજન્ય કર્મબંધ સમાન છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! અવિરતિ ભાવની સમાનતાના કારણે એમ કહેવાય છે કે શ્રેષ્ઠી અને દરિદ્ર, કૃપણ અને રાજા, આ સર્વને અપ્રત્યાખ્યાન ક્રિયા સમાનરૂપે લાગે છે. વિવેચન :
વિરવું પડુa :- પ્રસ્તુત સૂત્રમાં અપ્રત્યાખ્યાન ક્રિયા અને તે ક્રિયાજન્ય કર્મબંઘના મુખ્ય કારણને પ્રદર્શિત કર્યું છે. આ ક્રિયા અને તર્જન્ય કર્મબંધનો આધાર અવિરતિના સંસ્કાર કે પરિણામ ઉપર છે, બાહ્ય સાધન સંપન્નતા કે દેશ, વેષના આધારે નથી. રાજા, રંક આદિમાં બાહ્ય પરિસ્થિતિની અસમાનતા હોવા છતાં અવિરતિ ભાવની સમાનતા છે. તેથી તે સર્વને અપ્રત્યાખ્યાન ક્રિયા અને તર્જન્ય કર્મબંધ સમાન રૂપે થાય છે. ૩પષ્યવેરા રિયા :-જીવ શ્રદ્ધાપૂર્વક વ્રત–પ્રત્યાખ્યાન ધારણ ન કરે, ત્યાં સુધી અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે. જ્યારે જીવ એક પણ વ્રત કે નિયમ ધારણ કરે, ત્યારે તે વ્રતી બની જાય છે. ત્યાર પછી અપ્રત્યાખ્યાન ક્રિયા લાગતી નથી. દેશવિરતિ શ્રાવક પોતાની શક્તિ પ્રમાણે એક પણ વ્રત ગ્રહણ કરે પરંતુ તેના અંતરમાં અવ્રતના પરિણામ રહેતા નથી. તેથી જ દેશવિરતિ કે સર્વવિરતિને અપ્રત્યાખ્યાન ક્રિયા લાગતી નથી. તેથી પ્રસ્તુત ક્રિયાથી અને તર્જન્ય કર્મબંધથી દૂર રહેવા પ્રત્યેક જીવે વ્રત–પ્રત્યાખ્યાન ગ્રહણ કરવા જોઈએ. સદોષ અને નિર્દોષ આહારસેવનનું ફળ :| ३१ आहाकम्मं णं भुंजमाणे समणे णिग्गंथे किं बंधइ, किं पकरेइ, किं चिणाइ, किं उवचिणाइ ?
गोयमा ! आहाकम्मं णं भुंजमाणे समणे णिग्गंथे आउयवज्जाओ सत्त कम्म- पगडीओ सिढिल बंधणबद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ जाव अणुपरियट्टइ।
से केणद्वेणं भंते ! जाव अणुपरियट्टइ ? गोयमा ! आहाकम्मं णं भुंजमाणे आयाए धम्म अइक्कमइ, आयाए