________________
| શતક-૧: ઉદ્દેશક-૯
૨૧૭ |
સમભાવ, ઈન્દ્રિયો માટે કંટક સમાન અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દાદિ સહન કરવા અર્થાત્ અનુકૂળતા અને પ્રતિકૂળતાને સહન કરવી. તેમજ બાવીસ પરીષહને સહન કરી, જે પ્રયોજનની સિદ્ધિ માટે આ સર્વ સાધનાનો સ્વીકાર કર્યો હતો તે અભીષ્ટ પ્રયોજનની સમ્યકરૂપે આરાધના કરી અને અંતિમ ઉચ્છવાસ-નિઃશ્વાસ દ્વારા સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા અને સમસ્ત દુઃખોનો અંત કર્યો.
વિવેચન :
કાલાસ્યવેષિપુત્ર અણગારે જે શ્રદ્ધાથી અને લક્ષ્યથી સંયમ સ્વીકાર કર્યો, તે જ શ્રદ્ધાને અંત સમય સુધી ટકાવી રાખી, લક્ષ્યને પૂર્ણ કર્યું, અંત સમયે સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધ થયા. નિષ્કર્ષ કાલાચવેષિપત્ર અણગાર અને સ્થવિર ભગવંતોના પ્રશ્નોત્તરથી તત્કાલીન સમાજની ધાર્મિક પરિસ્થિતિનું દર્શન થાય છે.
ભગવાન મહાવીરની શાસન સ્થાપના પછી પણ પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો સહજપણે પ્રભુ મહાવીરના શાસનમાં પ્રવેશતા ન હતા. અનેક શ્રમણો પ્રભુ મહાવીરની સાથે અથવા તેની પરંપરાના શ્રમણો સાથે ચર્ચા-વિચારણા કરી સંતોષકારક સમાધાન મેળવીને પ્રભુના શાસનમાં પ્રવેશતા હતા. તેનું મુખ્ય એક કારણ હતું કે પ્રભુ મહાવીરના સમકાલમાં જ મખલીપુત્ર ગોશાલક પોતાને ચોવીસમા તીર્થંકર તરીકે જાહેર કરતો હતો. નિમિત્તજ્ઞાન, અનેક પ્રકારના ચમત્કાર વગેરે પ્રયોગો દ્વારા અનેક લોકોને ભ્રાંતિમાં ફસાવતો હતો. લોકો દ્વિધામાં પડી જતા. તેથી ચોક્કસ ચકાસણી કરીને પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો પ્રભુ મહાવીરના શાસનમાં પ્રવેશ કરતાં હતા. પરંતુ પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો ઋજુપ્રાજ્ઞ હતા. તેથી જ કાલાચવેષિ પુત્ર અણગારે પ્રભુ મહાવીરના શ્રમણોની ચકાસણી કરવા આક્ષેપ પૂર્વક પ્રશ્ન પૂછ્યા હતા તેમ છતાં સંતોષપ્રદ સમાધાન થયું કે તરત જ સત્યને સ્વીકારી લીધું અને સિદ્ધિને પ્રાપ્ત કરી.
અપ્રત્યાખ્યાન ક્રિયાની સમાનતા :| ३० भंते ! ति भगवं गोयमे ! समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- से णूणं भंते ! सेट्ठियस्स य तणुयस्स य किवणस्स य खत्तियस्स य समं चेव अपच्चक्खाणकिरिया कज्जइ ।
हंता गोयमा ! सेट्ठियस्स य जाव समं चेव अपच्चक्खाणकिरिया कज्जइ। से केणद्वेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! अविरई पडुच्च । से तेणटेणं गोयमा ! एवं वुच्चइसेट्ठियस्स य, तणुयस्स य जाव कज्जइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર