________________
| ૨૦૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
અગૃદ્ધિ - આસક્તિનો અભાવ અર્થાત્ ભોજનાદિના પરિભોગ કાલમાં અનાસક્તિ રાખવી. અપ્રતિબદ્ધતા – સ્વજનાદિ અથવા દ્રવ્ય-ક્ષેત્રાદિમાં સ્નેહ અથવા રાગનું બંધન ન રાખવું. કાંક્ષાપ્રદોષ ક્ષયથી મુક્તિ :| १९ से णूणं भंते ! कंखपदोसे णं खीणे समणे णिग्गंथे अंतकरे भवइ, अंतिमसरीरिए वा?
बहुमोहे वि य णं पुटिव विहरित्ता, अह पच्छा संवुडे कालं करेइ, तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ परिणिव्वाइं सव्वदुक्खाणं अंतं करेइ ?
हंता गोयमा ! कंखपदोसे खीणे जाव अंतं करेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું કાંક્ષા પ્રદોષ–મોહકર્મ ક્ષીણ થાય તો શ્રમણ નિગ્રંથ અંતકર અથવા અંતિમ ચરમ શરીરી બને છે? અથવા પૂર્વાવસ્થામાં અત્યંત મોહ યુક્ત થઈને વિચરણ કરી, પછી સંવૃત્ત સિંવરયુક્ત થઈને અર્થાત્ તે મોહકર્મનો ક્ષય કરીને, મૃત્યુ પ્રાપ્ત કરે, તો શું તત્ પશ્ચાત્ તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, પરમ નિર્વાણને પ્રાપ્ત થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હા, ગૌતમ ! કાંક્ષા પ્રદોષ-મોહકર્મ નષ્ટ થઈ ગયા પછી ક્રમશઃ જીવ સર્વ દુઃખોનો અંત કરે છે.
વિવેચન :
પૂર્વ સુત્રોમાં શ્રમણ નિગ્રંથોને અનાસક્ત અને અકષાયી થવાની પ્રેરણા કરી છે, તે ગુણો ધારણ કરવાથી કાંક્ષાપ્રદોષ-મોહકર્મનો શીધ્ર નાશ થાય છે. માટે પ્રસ્તુત સૂત્રોમાં મોહકર્મના ક્ષયથી મુક્તિની વિચારણા કરી છે.
ઉપવો? :- શતક–૧/૩ માં કાંક્ષામોહનીય શબ્દ દર્શન–મોહનીયકર્મની અપેક્ષાએ પ્રયુક્ત થયો છે તેમ અહીં પણ કાંક્ષાપ્રદ્વેષ શબ્દ મોહકર્મ માટે પ્રયુક્ત છે. તેમ છતાં આ શબ્દના વિવિધ અર્થો કરવામાં આવ્યા છે.
(૧) જૈન ધર્મ સિવાયના અન્ય મતનો આગ્રહ અથવા આસક્તિને કાંક્ષા પ્રદોષ કહે છે. (૨) કાંક્ષાનો અર્થ રાગ અને પ્રદોષનો અર્થ દ્વેષ થાય છે. તેથી તેનું બીજુ નામ કાંક્ષાપ્રàષ પણ છે. (૩) પોતાના વિચારોથી વિરુદ્ધ વાતો પર દ્વેષ થવો તે કાંક્ષા–પ્રદ્વેષ છે.
મોહનીય કર્મનો ક્રમશઃ નાશ થતાં જ જીવનો આધ્યાત્મિક વિકાસ થાય છે. સાધકની સમગ્ર સાધનાનો સાર કષાય ત્યાગ છે. સાધક વીતરાગદશા પ્રાપ્ત કરે પછી જ કેવળી બને છે અને કેવળી બન્યા