________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૯
[ ૨૦૭ ]
શ્રમણ નિગ્રંથો માટે પ્રશસ્ત ગુણ :| १७ से णूणं भंते ! लाघवियं अप्पिच्छा अमुच्छा अगेही अपडिबद्धया समणाणं णिग्गंथाणं पसत्थं ?
हता गोयमा ! लाघवियं जाव पसत्थं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું લાઘવ, અલ્પ ઈચ્છા, અમૂચ્છ, અનાસક્તિ[અવૃદ્ધિ]અને અપ્રતિબદ્ધતા, શ્રમણ નિગ્રંથોને માટે પ્રશસ્ત છે?
ઉત્તર- હા, ગૌતમ! લાઘવથી અપ્રતિબદ્ધતા પર્યંતના ગુણો પ્રશસ્ત છે. १८ से णूणं भंते ! अकोहत्तं अमाणत्तं अमायत्तं अलोभत्तं समणाणं णिग्गंथाणं पसत्थ ?
हंता गोयमा ! अकोहत्तं अमाणत्तं जाव पसत्थं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ક્રોધ રહિતતા, માન રહિતતા, માયા રહિતતા અને લોભરહિતતા શ્રમણ નિગ્રંથોને માટે પ્રશસ્ત છે?
ઉત્તર- હા, ગૌતમ ! ક્રોધ રહિતતાથી લોભ રહિતતા પર્વતના સર્વ ગુણો શ્રમણ નિગ્રંથો માટે પ્રશસ્ત છે.
વિવેચન :
આ ઉદ્દેશકના પ્રારંભના સૂત્રોમાં જીવ કર્મોથી હળવો અને ભારે કઈ રીતે થાય છે? તે વિષયને સમજાવ્યો છે. ત્યાર પછીના સૂત્રોમાં દ્રવ્યોની લઘુતા-ગુરુતાનું કે અગુરુલઘુ-ગુરુલઘુપણાનું વર્ણન છે. પ્રસ્તુત સુત્રમાં તે જ ભાવો ક્રમશઃ આગળ વધી રહ્યા છે. ભાવની અપેક્ષાએ જીવની લઘુતા અને પ્રશસ્તતા શેમાં છે? તે માટે આવશ્યક ગુણોનું સૂત્રકારે દર્શન કરાવ્યું છે. ભાવલઘુતા–અલ્પેચ્છા, અમૂચ્છ, અનાશક્તિ અને અપ્રતિબદ્ધતા તેમજ ચારે કષાયથી રહિત થવું વગેરે ગુણોથી ભાવલઘુતા પ્રગટ થાય છે અને તે જ શ્રમણ નિગ્રંથો માટે પ્રશસ્ત છે. કારણ કે તેમાં જ તેનો આધ્યાત્મિક વિકાસ છે. લાઘવ - શાસ્ત્રમર્યાદાથી અલ્પ ઉપધિ રાખવી. અલ્પેચ્છા :- આહારાદિની અલ્પ અભિલાષા રાખવી. અમ:- પોતાની પાસે રાખેલી ઉપધિમાં મમત્વભાવ સિંરક્ષણાનુબંધભાવ ન રાખવો.