________________
[ ૨૦૬ |
શ્રી ભગવતી સૂત્ર-૧
णिच्छयओ सव्वगुरुं सव्वलहुं वा ण विज्जए दव्वं । ववहारओ उ जुज्जइ बायरखंधेसु ण अण्णेसु ॥१॥ अगरुलहु चउफासा अरूविदव्वा य होंति णायव्वा ।
सेसाओ अट्ठफासा गुरुलहुया णिच्छयणयस्स ॥२॥ નિશ્ચયનયથી એકાંત ગુરુ અથવા એકાંત લઘુ દ્રવ્ય નથી. વ્યવહારનયથી બાદર સ્કંધોમાં ભારેપણું કે હળવાપણું છે, અન્ય સ્કંધમાં નથી. ચતુઃસ્પર્શી અને અરૂપી દ્રવ્યો અગુરુલઘુ છે અને શેષ અષ્ટસ્પર્શી દ્રવ્યો ગુરુલઘુ છે. ગુરુલઘુ અને અગુરુલઘુ પદાર્થોને સૂચિત કરતુ કોષ્ટક નીચે પ્રમાણે છે
સૂત્રોક્ત અગુરુલઘુ-ગુરુલઘુ પદાર્થોનું વિભાજન
અગુરુલઘુ અરૂપીઅજીવ
રૂપી અજીવ
ઉસ્પર્શી
ગુરુલઘુ રૂપી અજીવ અષ્ટસ્પર્શી
જીવાસ્તિકાય સાકરોપયોગ અનાકારોપયોગ
દષ્ટિ દર્શન
સાતઅવકાશાસ્તર ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય
મનોયોગ વચનયોગ કાર્મણશરીર પુગલાસ્તિ કાયનો
સૂક્ષ્મસ્કંધ
સમય
અતીતકાલ
જ્ઞાન-અજ્ઞાન
અનાગતકાલ
તનુવાત ઘનવાત ઘનોદધિ
સાતપૃથ્વી દ્વીપ, સમુદ્ર,ક્ષેત્ર ઔદારિક શરીર વૈક્રિય શરીર આહારક શરીર તૈજસ શરીર
દ્રવ્યલેશ્યા પુદ્ગલાસ્તિકાયનો
બાદરસ્કંધ
સંજ્ઞા
ભાવલેશ્યા
અવકાશાન્તર - ચૌદ રાજુ પરિમાણ પુરુષાકાર લોકમાં નીચેની તરફ સાત પૃથ્વીઓ[નરક છે.
પ્રથમ પૃથ્વીની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનવાત, તેની નીચે તનુવાત છે અને તેની નીચે આકાશ છે. તેને જ અવકાશાન્તર કહે છે. તે અવકાશાન્તર આકાશરૂપ હોવાથી અગુરુલઘુ છે.