________________
| શતક–૧: ઉદ્દેશક-૯ .
૨૦૫ ]
ભાવાર્થ :- દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને સંજ્ઞાને પણ અગુરુલઘુ જાણવા. |१२ हेट्ठिल्ला चत्तारि सरीरा णेयव्वा तइएणं पएणं । कम्मया चउत्थएणं पएणं । ભાવાર્થ :- પ્રારંભના ચાર શરીરો- ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ શરીરને ગુરુલઘુ અને કાર્પણ શરીરને અગુરુલઘુ જાણવા. | १३ मणजोगो, वइजोगो, चउत्थएणं पएणं, कायजोगो तइएणं पएणं । ભાવાર્થ :- મનોયોગ અને વચનયોગને અગુરુલઘુ અને કાયયોગને ગુરુલઘુ જાણવા. |१४ सागारोवओगो, अणागारोवओगो चउत्थपएणं । ભાવાર્થ :- સાકારોપયોગ અને અનાકારોપયોગને અગુરુલઘુ જાણવા. | १५ सव्वदव्वा सव्वपएसा, सव्वपज्जवा जहा पोगल्लत्थिकाओ ।
ભાવાર્થ :- સર્વ દ્રવ્ય, સર્વ પ્રદેશ અને સર્વ પર્યાયને પગલાસ્તિકાયની સમાન સમજવા.
|१६ तीयद्धा; अणागयद्धा, सव्वद्धा चउत्थेणं पएणं । ભાવાર્થ :- અતીતકાલ, અનાગત [ભવિષ્ય]કાલ અને સર્વકાલને અગુરુલઘુ સમજવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પદાર્થોની ગુરુતા અને લઘુતા વિષયક વિચારણા કરી છે. પુદ્ગલ દ્રવ્ય સિવાયના સર્વ દ્રવ્ય અગુરુલઘુ જ છે. પુદ્ગલ દ્રવ્ય ગુરુ પણ છે અને લઘુ પણ છે. પ્રસ્તુતમાં વ્યવહાર- નયની અપેક્ષાએ ગુરુ, લઘુ, ગુરુલઘુ અને અગુરુલઘુ તે ચાર વિકલ્પથી પ્રશ્નો પૂછ્યા છે. પરંતુ તેના ઉત્તર બે વિકલ્પથી આપ્યા છે. કોઈ પણ પદાર્થ એકાંતે ગુરુ કે એકાંતે લઘુ નથી તેથી અંતિમ બે જ વિકલ્પ માન્ય છે અર્થાત્ પદાર્થ ગુરુલઘુ અથવા અગુરુલઘુ હોય છે.
ગુરુ લઘુ આદિ શબ્દોની વ્યાખ્યા :- (૧) ગુરુ = જે વસ્તુ ભારે હોય, જે પાણીમાં ડૂબી જાય તે ગુરુ. જેમ કે પથ્થર. (૨) લઘુ = હળવું. જે વસ્તુ હળવી હોય, પાણીમાં ડૂબે નહીં પણ તરે છે તે લઘુ. જેમ કે લાકડી. (૩) ગુરુલઘુ = અષ્ટ સ્પર્શવાળા રૂપી પદાર્થ ગુરુલઘુ કહેવાય છે. જેમ કે બાદર દેખાતા સચિત્ત અચિત્ત પદાર્થ. (૪) અગુરુલઘુ = જે ગુરુ પણ નથી અને લઘુ પણ નથી તે. સર્વ અરૂપી દ્રવ્યો અગુરુલઘુ છે. જેમ કે આકાશ. તેમજ કાર્મણ વર્ગણાના પુદ્ગલાદિ તથા જે પુગલો ચતુઃસ્પર્શી છે, તે અગુરુલઘુ છે. અગુરુલઘુ અને ગુરુલઘુ પદાર્થોને પ્રદર્શિત કરતી ગાથા આ પ્રમાણે છે