________________
| ૨૦૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
गोयमा ! गरुयलहुयदव्वाइं पडुच्च णो गरुए, णो लहुए, गरुय- लहुए, णो अगरुयलहुए । अगरुयलहुयदव्वाइं पडुच्च णो गरुए, णो लहुए, णो गरुयलहुए, अगरुयलहुए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાય શું ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે?
ઉત્તર- હે ગૌતમ! પુલાસ્તિકાય ગુરુ નથી, લઘુ નથી, પરંતુ ગુરુલઘુ પણ છે અને અગુરુલઘુ પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! ગુરુલઘુ દ્રવ્યોની અપેક્ષાએ પુગલાસ્તિકાય ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પરંતુ ગુરુલઘુ છે. અગુરુલઘુ દ્રવ્યોની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગુરુ નથી, લઘુ નથી, ગુરુલઘુ નથી પરંતુ અગુરુલઘુ છે. |९ समया, कम्माणि य चउत्थपएणं ।
ભાવાર્થ :- સમય અને કર્મો[કાર્પણ શરીરને ચોથા પદથી જાણવા જોઈએ અર્થાત્ સમય અને કાણ શરીર અગુરુલઘુ છે. १० कण्हलेस्सा णं भंते ! किं गरुया जाव अगरुयलहुया ?
गोयमा ! णो गरुया, णो लहुया, गरुयलहुया वि, अगरुयलहुया वि। से केणद्वेणं भंते! एवं वुच्चइ ?
गोयमा ! दव्वलेस्सं पडुच्च तइयपएणं, भावलेस्सं पडुच्च चउत्थ- पएणं, एवं जाव सुक्कलेस्सा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણ લેશ્યા શું ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે?
ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણ લેશ્યા ગુરુ નથી, લઘુ નથી પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ તૃતીય પદથી જાણવા અર્થાત્ ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ ચતુર્થપદથી જાણવા અર્થાત્ અગુરુલઘુ છે. તે જ રીતે શુકલેશ્યા સુધી જાણવું. |११ दिट्ठी-दसण-णाण-अण्णाण-सण्णाओ चउत्थपएणं णेयव्वाओ ।