________________
૨૦૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
લીહીતિ = કર્મની સ્થિતિને દીર્ઘકાલની કરે છે, દિલ્લીતિ = હસ્વ-અલ્પકાલની કરે છે, અyપરિક્રુતિ = સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે, વીતિ = સંસારનું ઉલ્લંઘન કરી જાય છે. ભાવાર્થ :- આ રીતે જીવ પ્રાણાતિપાત આદિ પાપોના સેવનથી સંસારને વધારે છે, દીર્ઘકાલીન કરે છે, વારંવાર ભવભ્રમણ કરે છે. પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્ત થવાથી સંસારને પરિમિત-પરિત્ત કરે છે, અલ્પકાલીન કરે છે; સંસારનું ઉલ્લંઘન કરી જાય છે. તેમાંથી લઘુત્વ, સંસારનું પરિરીકરણ, હૃસ્વીકરણ અને વ્યતિક્રમણ તે ચાર પ્રશસ્ત છે અને ગુરુત્વ, સંસારનું વૃદ્ધિકરણ, દીર્ઘકરણ, પુનઃ પુનઃ ભવભ્રમણ, તે ચાર અપ્રશસ્ત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અઢાર પાપના સેવન અને તેના ત્યાગનું પ્રશસ્ત અપ્રશસ્ત ફળ દર્શાવ્યું છે. (૧) પાપસેવનથી ચાર પ્રકારનું અપ્રશસ્ત ફળઃ- (૧) જીવ ભારેકર્મી બને છે. (૨) સંસાર વધારે છે. (૩) કર્મોની સ્થિતિ વધારે છે. (૪) સંસારમાં ભ્રમણ કરે છે.
(૨) પાપ ત્યાગથી ચાર પ્રકારનું પ્રશસ્ત ફળ :- (૧) જીવ હળુકર્મી બને છે. (૨) સંસાર સીમિત કરે છે. (૩) કર્મોની સ્થિતિ ઘટાડે છે (૪) સંસારને પાર કરે છે, મુક્ત થાય છે.
પદાર્થોની ગુરુતા લઘુતા :|४ सत्तमे णं भंते ! उवासंतरे किं गरुए, लहुए, गरुयलहुए, अगरुयलहुए?
गोयमा ! णो गरुए, णो लहुए, णो गरुयलहुए, अगरुयलहुए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સાતમું અવકાશાત્તર ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે?
ઉત્તર- હે ગૌતમ! તે ગુરુ નથી, લઘુ નથી, ગુલઘુ નથી પરંતુ અગુરુલઘુ છે. [५ सत्तमे णं भंते ! तणुवाए किं गरुए, लहुए, गरुयलहुए, अगरुयलहुए?
गोयमा ! णो गरुए, णो लहुए, गरुयलहुए, णो अगरुयलहुए । एव सत्तमे घणवाए, सत्तमे घणोदही, सत्तमा पुढवी, उवासंतराइं सव्वाई जहा सत्तमे उवासंतरे, जहा तणुवाए, (गरुयलहुए) एवं ओवास वाय घणउदहि, पुढवी दीवा य सायरा वासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું સપ્તમ તનુવાત ગુરુ છે, લઘુ છે, ગુરુ લઘુ છે, કે અગુરુલઘુ છે?
ઉત્તર- હે ગૌતમ! તે ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પરંતુ ગુરુલઘુ છે આ રીતે સપ્તમ