________________
૨૦૦]
શ્રી ભગવતી સૂત્ર-૧
પૂર્વક પ્રત્યુત્તર આપ્યા કે આત્મા જ સામાયિક, પ્રત્યાખ્યાન આદિ છે અને આત્મશુદ્ધિ જ તેનું પ્રયોજન છે. દોષનો નાશ કરવા માટે કષાય ભાવની ગહ સંયમ છે.
આ પ્રકારના સમાધાનથી કાલાસ્યવેસિપુત્ર અણગારના હૃદયનું પરિવર્તન થયું. તેણે પંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો. તપ સંયમની સાધનાથી સિદ્ધ થયા.
* રાજા કે રંક, હાથી કે કંથવો કોઈ પણ અવિરત જીવને અપ્રત્યાખ્યાન ક્રિયા એક સમાન લાગે છે. વર્તમાન સાધન સંપન્નતા અને પ્રવૃત્તિનો પ્રભાવ અવ્રતની ક્રિયા પર પડતો નથી. કારણ કે તે ક્રિયા પ્રવૃત્તિથી નહીં પરંતુ વ્રતના અભાવે થાય છે. જે જીવ અગ્રત અવસ્થાનો ત્યાગ કરી દેશવિરતિ કે સર્વવિરતિ ધારણ કરે, કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરે તો તેને અપ્રત્યાખ્યાન(અવ્રતની) ક્રિયા અટકી જાય છે. * આધાકર્મ આદિ દોષ યુક્ત આહારનું સેવન કરનાર સાધુ સંસાર ભ્રમણને વધારે છે અને નિર્દોષ આહારનું સેવન કરનાર સાધુ સંસારને સીમિત કરે છે, ક્રમશઃ તે સંસાર સાગર તરી જાય છે.
* દઢ મનોબલી સાધકનું ચિત સંયમ ભાવમાં સ્થિર હોય છે. તે દોષસેવન રૂપ અસ્થિરતાનું સેવન કરતા નથી પરંતુ અસ્થિર ચિતવૃતિવાળા દોષ સેવન કે વ્રતભંગ કરે છે અને ભવભ્રમણ વધારે છે. બાલ અને પંડિતનો આત્મા શાશ્વત છે અને તેનું બાલત્વ અને પંડિતત્વ અશાશ્વત છે. તેથી બાલભાવનો ત્યાગ કરી પંડિતભાવનું સેવન કરવું જોઈએ.
આ રીતે ઉદ્દેશકમાં મુખ્યતયા સંસાર ભ્રમણના કારણો અને તેની મુક્તિના ઉપાયોનું નિદર્શન છે.