________________
| શતક-૧: ઉદ્દેશક-૯
[ ૧૯૯]
| શતક-૧ : ઉદ્દેશક-૯] OROR OCR સંક્ષિપ્ત સાર છCROROR
આ ઉદ્દેશકમાં જીવને હળવા અને ભારે થવાના કારણો, લોકમાં ગુરુલઘુ, અગુરુલઘુ આદિ દ્રવ્યો, શ્રમણ નિગ્રંથોની પ્રશસ્તતા, આયુષ્યવેદન સંબંધી અન્યતીર્થિકોની માન્યતાનું નિરાકરણ, કાલાસ્યવેસિપુત્ર અણગારના પ્રશ્નોત્તર, અપ્રત્યાખ્યાન ક્રિયા, સદોષ અને નિર્દોષ આહાર ભોગવવાનું પરિણામ અને સ્થિરઅસ્થિર આદિ ભાવોનું નિરૂપણ છે.
* અઢાર પાપસ્થાનના સેવનથી જીવ કર્મથી ભારે બને છે અને સંસારભ્રમણ વધારે છે તથા અઢાર પાપસ્થાનના ત્યાગથી જીવ હળવો બને છે અને સંસાર ભ્રમણને સીમિત કરે છે.
* અગુરુલઘુ દ્રવ્ય- આકાશ, આકાશાંતર, કાર્મણ શરીર, કર્મ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, ભાવલેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, મનોયોગ, વચનયોગ, સાકારોપયોગ, અનાકારોપયોગ, ત્રણ કાલ, સર્વદ્ધાકાલ આદિ અરૂપી દ્રવ્યો અને ચઉસ્પર્શી પુદ્ગલ દ્રવ્ય અગુરુલઘુ છે.
* ગુરુલઘદ્રવ્ય - તનવાત, ઘનવાત, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર, ઔદારિક આદિ ચાર શરીર, દ્રવ્યલેશ્યા અને કાયયોગ આદિ અષ્ટસ્પર્શી પુદ્ગલદ્રવ્ય ગુરુલઘુ છે. આ રીતે ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય અરૂપી છે, તે અગુરુલઘુ છે. રૂપી પુદ્ગલ દ્રવ્યમાં કેટલાક ગુરુલઘુ અને કેટલાક અગુરુલઘુ છે. ૨૪ દંડકના જીવ કાર્મણશરીર અને આત્માની અપેક્ષાએ અગુરુલઘુ અને શેષ ચાર શરીરની અપેક્ષાએ ગુરુલઘુ છે.
ક શ્રમણ નિગ્રંથોને પોતાની લક્ષ્ય સિદ્ધિ માટે અને આત્મશુદ્ધિ માટે લઘુતા, અલ્પેચ્છા, અમૂચ્છ અને અપ્રતિબદ્ધતા આદિ ગુણોની વૃદ્ધિ કરવી અને ક્રોધાદિ દોષનો ત્યાગ કરવો જરૂરી છે. કાંક્ષાપ્રદોષરાગદ્વેષાત્મક વૃત્તિનો નાશ થાય ત્યારે જ જીવ મુક્ત થાય છે.
* કોઈપણ જીવ એક ભવમાં એક જ આયુષ્યનું વેદન કરી શકે છે અને તે આયુષ્યનું વેદન કરતાં આગામી એક ભવના આયુષ્યનો બંધ કરી શકે છે.
* કાલાસ્યવેસિપુત્ર અણગાર અને પ્રભુ મહાવીરના સ્થવિર ભગવંતોનો સંવાદ થયો. તેમાં કાલાસ્યવેસિએ આક્ષેપાત્મક ઢંગથી પ્રશ્ન પૂછ્યા કે સામાયિક, પ્રત્યાખ્યાન, સંયમ, સંવર, વિવેક અને વ્યુત્સર્ગને કે તેના પરમાર્થને આપ જાણતા નથી. સ્થવિરોએ કહ્યું અમે તે સર્વ ભાવોને જાણીએ છીએ. ત્યારે તેણે કહ્યું કે જો આપ જાણતા હો તો કહો સામયિક આદિ શું છે અને તેનું પ્રયોજન શું છે?
પ્રશ્નકર્તાનો આશય, નિશ્ચય દષ્ટિનો છે તેમ સમજીને સ્થવિર ભગવંતોએ નિશ્ચયદષ્ટિએ, ગંભીરતા