________________
| १४२ ।
શ્રી ભગવતી સૂત્ર-૧ |
से णूणं गोयमा ! कज्जमाणे कडे, संधिज्जमाणे संधित्ते, णिवत्तिज्जमाणे णिव्वत्तिए, णिसरिज्जमाणे णिसिढे त्ति वत्तव्वं सिया ? हंता, भगवं ! कज्जमाणं कडे जाव णिसिढे त्ति वत्तव्वं सिया ।
से तेणद्वेण गोयमा ! जे मियं मारेइ, से मियवरेणं पुढे; जे पुरिसं मारेइ, से पुरिसवेरेणं पुढे । अंतो छण्हं मासाणं मरइ, काइयाए जावपंचहिं किरियाहिं पुढे; बाहिं छण्ह मासाणं मरइ, काइयाए जाव पारियावणियाए चउहि किरियाहिं पुढे । शार्थ :-णिवत्तिज्जमाणे = निवितित रतो, तैयार, णिव्वत्तिए = तैयार थु, णिसरिज्जमाणे = ३ता, णिसिट्टे = ३४यु. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મૃગને મારનાર મૃગના વેરથી અને પુરુષને મારનાર તે પુરુષના વેરથી સ્પષ્ટ થાય છે ?
ઉત્તર- હે ગૌતમ ! શું તે નિશ્ચિત છે કે ક્રિયમાણકૃત છે અર્થાત્ કરાતું તે કરાયું? જે અનુસંધાન કરાતાં અનુસંધાન કર્યું? તૈયાર કરાતા તૈયાર કર્યું કહેવાય છે? તેમજ જે ફેંકાઈ રહ્યું છે તે ફેંકાયું એ પ્રમાણે वायछ?
ગૌતમ– હા ભગવન્! કરાતું તે કર્યું, તેમજ ફેંકાઈ રહ્યું હોય તે ફેંકાયું, એ પ્રમાણે કહેવાય છે.
ભગવાન- હે ગૌતમ! તેથી જ જે મૃગને મારે છે તે મૃગના વેરથી સ્પષ્ટ થાય છે અને જે પુરુષને મારે છે તે પુરુષના વેરથી સ્પષ્ટ કહેવાય છે. જો મરનાર વ્યક્તિ છ મહિનાની અંદર મરે તો તે મારનાર વ્યક્તિ કાયિકી આદિ પાંચ ક્રિયાઓથી સ્પષ્ટ કહેવાય અને જો મરનાર છ માસ પછી મરે તો તે મારનાર પુરુષ, કાયિકીથી પારિતાપનિકી સુધીની ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. |१४ पुरिसे णं भंते ! पुरिसं सत्तीए समभिधंसेज्जा, सयपाणिणा वा से असिणा सीसं छिदेज्जा, तओ णं भंते ! से पुरिसे कइकिरिए ?
गोयमा! जावं च णं से पुरिसे तं पुरिसं सत्तीए समभिधंसेइ, सयपाणिणा वा से असिणा सीसं छिदइ, तावं च णं से पुरिसे काइयाए अहिगरणियाए जाव पाणाइवायकिरियाए पंचहि किरियाहिं पुढे; आसण्णवहएण य अणवकखणवत्तीए णं पुरिसवेरेणं पुढे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કોઈ પુરુષ, અન્ય પુરુષને ભાલા વડે મારે અથવા પોતાના હાથથી તલવાર દ્વારા તે પુરુષનું મસ્તક કાપી નાખે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય છે?