________________
શતક–૧ઃ ઉદ્દેશક−૮
૧૯૧
गोयमा ! जे भविए णिसिरणयाए, णो विद्धंसणयाए, णो मारणयाए; તિષિ। ને ભવિષ્ણુ બિસિળયા વિ, વિદ્ઘક્ષળયા વિ, ગોમાળવા; ચદ્દેિ ને भविए णिसिरणयाए वि, विद्धंसणयाए वि, मारणयाए वि, तावं च णं से पुरिसे जाव पंचहिं किरियाहिं पुट्ठे । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ- सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए ।
=
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ બાણ ફેંકે પરંતુ મૃગને વીંધતો નથી તથા મૃગને મારતો નથી, ત્યાં સુધી તે પુરુષને ત્રણ ક્રિયા; બાણ ફેંકે, મૃગને વીંધે પરંતુ મૃગને મારતો નથી ત્યાં સુધી ચાર ક્રિયા અને જ્યારે તે બાણ ફેંકે, મૃગને વીંધે અને મૃગને મારે (મૃગ મરી જાય) ત્યારે તે પુરુષને પાંચ ક્રિયા લાગે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે તે પુરુષને કદાચિત્ ચાર અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે.
१२ पुरिसे णं भंते ! कच्छंसि वा जाव अण्णयरस्स मियस्स वहाए आययकण्णाययं उसुं आयामेत्ता चिट्टेज्जा, अण्णे य से (अण्णयरे) पुरिसे मग्गओ आगम्म सयपाणिणा, असिणा सीसं छिंदेज्जा, से य उसू ताए चेव पुव्वायामणयाए तं मियं विंधेज्जा, से णं भंते ! पुरिसे किं मियवेरेणं पुट्ठे, पुरिसवेरेणं पुट्ठे ?
गोयमा ! जे मियं मारेइ, से मियवेरेणं पुट्ठे; जे पुरिसं मारेइ, से पुरिसवेरेणं पुट्ठे ।
=
શબ્દાર્થ:-આયયળથયું=પ્રત્યનપૂર્વક કાન સુધી ખેંચેલી ધનુષ્યની પણછ પર પુવ્યાયામળયાર્ પૂર્વના ખેંચાણથી, આવામેત્તા = ખેંચીને.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કચ્છ આદિ કોઈ પણ સ્થાનમાં કોઈ મૃગના વધ માટે પ્રયત્નપૂર્વક કાન સુધી ધનુષ્યની પણછ ખેંચીને ઊભેલા પુરુષના મસ્તકને, પાછળથી આવીને અન્ય કોઈ પુરુષ પોતાના હાથથી તલવાર કાપી નાંખે અને તે બાણ પૂર્વના ખેંચાણથી ઊછળીને તે મૃગને વીંધી નાંખે, તો હે ભગવન્! તે તલવારથી મારનાર પુરુષ શું મૃગના વેરથી સ્પષ્ટ થાય છે કે [ઉક્ત] પુરુષના વેરથી સ્પષ્ટ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે પુરુષ મૃગને મારે છે, તે મૃગના વેરથી સૃષ્ટ થાય છે અને જે પુરુષ પુરુષને મારે છે, તે પુરુષના વેરથી સૃષ્ટ થાય છે.
१३ से केणद्वेणं भंते ! एवं वुच्चइ जाव से पुरिसवेरेणं पुट्ठे ?