________________
૧૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કચ્છ વગેરે સ્થાનો તેમજ અનેક વૃક્ષોના કારણે દુર્ગમ-વનમાં કોઈ પુરુષ લીલું ઘાસ ભેગું કરીને, તેમાં અશ્મિ મૂકે તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય છે? અર્થાત્ તેને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પુરુષ કદાચિત્ ત્રણ ક્રિયાવાળો, કદાચિત્ ચાર ક્રિયાવાળો અને કદાચિત્ પાંચ ક્રિયાવાળો હોય છે. | ९ से केणढेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जे भविए उस्सवणयाए तिहिं । उस्सवणयाए वि, णिसिरणयाए वि, णो दहणयाए चउहिं । जे भविए उस्सवणयाए वि, णिसिरणयाए वि, दहणयाए वि, तावं च णं से पुरिसे काइयाए जाव पंचहिं किरियाहिं पुढे । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जाव सिय पंच किरिए ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ ઘાસને ભેગું કરે છે, ત્યાં સુધી તે ત્રણ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. જ્યારે તે તરણાને ભેગા કરીને, અગ્નિ મૂકે પરંતુ તે ઘાસ બળતું નથી ત્યાં સુધી તે ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. જ્યારે તે તરણાને ભેગા કરી, અગ્નિ મૂકે અને તે ઘાસ બળે ત્યારે તે પુરુષ કાયિકી આદિ પાંચ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. હે ગૌતમ ! તેથી તે પુરુષ કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કદાચિત્ પાંચ ક્રિયાવાળો થાય છે. તે પ્રમાણે કહ્યું છે. | १० पुरिसे णं भंते ! कच्छंसि वा जाव वणविदुग्गंसि वा मियवित्तीए मियसंकप्पे मियपणिहाणे मियवहाए गंता 'एए मिय' त्ति काउं अण्णयरस्स मियस्स वहाए उसुं णिसिरइ, तओ णं भंते ! से पुरिसे कइकिरिए ?
गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કોઈ પુરુષ કચ્છ આદિ વનવિદુર્ગ પર્વતના કોઈપણ સ્થાનમાં મુગોથી આજીવિકા ચલાવનાર, મૃગોના શિકારમાં તન્મય, મૃગવધને માટે જઈને આ મૃગ છે' તેવો વિચાર કરી, કોઈ એક મૃગને મારવા માટે બાણ ફેંકે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પુરુષ કદાચિત્ ત્રણ ક્રિયાવાળો કદાચિત્ ચાર ક્રિયાવાળો અને કદાચિત્ પાંચ ક્રિયાવાળો થાય છે. | ११ से केणटेणं भंते ! एवं वुच्चइ ?