________________
| શતક–૧: ઉદ્દેશક-૮
૧૯૩]
| ઉત્તર- હે ગૌતમ ! જ્યારે તે પુરુષ અન્યને ભાલા દ્વારા મારે છે અથવા પોતાના હાથથી તલવાર દ્વારા તે પુરુષનું મસ્તક કાપી નાંખે છે ત્યારે તે પુરુષ કાયિકી, આધિકરણિકીથી પ્રાણાતિપાતિકી પર્વતની પાંચ ક્રિયાથી સ્પષ્ટ થાય છે અને તે આસન્નવલક–અત્યંત નજીકથી સામ સામે મારવાના કારણે, પ્રાણીના પ્રાણની પરવાહ ન કરવાની વૃત્તિથી, પુરુષના વેરથી સ્પષ્ટ થાય છે અર્થાત્ તે પુરુષ સાથે વેરાનુબંધ થાય
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં હિંસાત્મક પ્રવૃત્તિ પર વિસ્તારથી વિશ્લેષણ કર્યું છે. જૈનદર્શનમાં કેવળ પ્રાણીવધ કરવો તે જ હિંસા નથી. પરંતુ તેની પૂર્વ તૈયારી રૂપે કાયિક ચેષ્ટા, શસ્ત્રાદિ ભેગા કરવા, જીવ વધ પહેલા જીવોને પીડા કે પરિતાપ આપવો વગેરે જે પૂર્વપ્રવૃત્તિ થાય તેને પણ હિંસા જ કહેવાય છે. પાંચ કિયા - પ્રસ્તુત પ્રકરણમાં હિંસાત્મક પ્રવૃત્તિરૂપ ક્રિયાના પાંચ પ્રકાર કહ્યા છે–
(૧) કાયિકી ક્રિયા-પ્રાણીવધને માટે થતી કાયિક ચેષ્ટા. | (૨) આધિકરણિકી ક્રિયા-શસ્ત્ર પ્રયોગ કરવો કે શસ્ત્ર-સરંજામ ભેગા કરવા. (૩) પ્રાષિકી ક્રિયા- મનમાં તે પ્રાણી પ્રતિ કેષનો ભાવ થવો. (૪) પારિતાપનિકી ક્રિયા- તે પ્રાણીને શારીરિક કે માનસિક પરિતાપ પહોંચાડવો. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયાનું પ્રાણીના પ્રાણનો ઘાત કરવો, તેને પ્રાણાતિપાતિકી ક્રિયા કહે છે.
હિંસાનું સ્વરૂપ :- મુગાદિને મારવાના સંકલ્પથી કોઈ કુટપાથ ગ્રહણ કરે, તેણે મૃગને પકડ્યું નથી, મૃગાદિને માર્યું નથી તોપણ તે હિંસક જ કહેવાય છે. હિંસા એક પરંપરાબદ્ધ પ્રવૃત્તિ છે. માનસિક દ્વેષ, કાયિક ચેષ્ટા અને શસ્ત્રપ્રયોગ તે સર્વ હિંસાની જ શૃંખલા છે. પરિતાપ અને પ્રાણીવધ ન પણ થયો હોય, તેમ છતાં હિંસા માટે કેવળ કાયિક ચેષ્ટા કરનાર કે માનસિક સંકલ્પ કરનાર પણ હિંસક જ કહેવાય છે, અહિંસક કહેવાતો નથી. તેને લાગતી ક્રિયામાં ભિન્નતા છે.
કોને કેટલી કિયા? :- કોઈ પણ સકષાયી જીવોને ઓછામાં ઓછી ત્રણ ક્રિયા લાગે છે કારણ કે તેની કાયા સાવધયોગમાં પ્રવૃત્ત હોય છે, તેથી કાયિકી ક્રિયા. તેણે પાપકારી સાધનો થોડે ઘણે અંશે ભેગા કર્યા છે તેથી આધિકરણિકી ક્રિયા. તેનામાં વીતરાગભાવ ન હોવાથી રાગદ્વેષ આદિ ભાવ હોય છે, તેથી પ્રાષિકી ક્રિયા લાગે છે.
કેવળ કાયિક ચેષ્ટા કરનારને ત્રણ ક્રિયા, પ્રાણીને પરિતાપ પહોંચાડનારને ચાર ક્રિયા અને પ્રાણીવધ કરનારને પાંચ ક્રિયા લાગે છે.
બીજો મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એક પુરુષ મૃગના વધ માટે બાણ ફેંકવાની સંપૂર્ણ તૈયારી સાથે ઊભો છે. તે સ્થિતિમાં કોઈ અન્ય પુરુષ આવીને તે પુરુષને મારી નાખે, તો મરતા પુરુષના હાથમાંથી