________________
શ્રી ભગવતી સૂત્ર–૧
ગુણસ્થાનકે આયુષ્યનો બંધ થાય છે. તેમાં પણ સાતમા ગુણસ્થાનકે આયુષ્ય બંધનો પ્રારંભ થતો નથી. છટ્ટે ગુણસ્થાનકે આયુષ્ય બંધનો પ્રારંભ કર્યો હોય તેવા જીવ સાતમે ગુણસ્થાનકે આયુષ્ય બંધની પૂર્ણાહુતિ કરે છે. અહીં 'પંડિત' ની સાથે પ્રયુક્ત 'એકાંત' વિશેષણ, સ્વરૂપ વિશેષણ છે. પાંચમા ગુણસ્થાનમાં એક દેશથી બાલત્વ અને એકથી પંડિતત્વ છે. જ્યારે એકથી ચાર ગુણસ્થાનમાં એકાંત બાલત્વ અને છઠ્ઠાથી ચૌદમાં ગુણસ્થાનમાં એકાંત પંડિત્વ છે. તે સૂચિત કરવા 'એકાંત' વિશેષણનો પ્રયોગ કર્યો છે.
૧૮૮
એકાંત પંડિતની ગતિ = જેણે અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનત્રિક આ સાત કર્મ પ્રકૃતિનો ક્ષય કર્યો હોય અર્થાત્ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું હોય તથા જે તદ્ભવ મોક્ષગામી હોય, તે આયુષ્યનો બંધ કરતા નથી. તેની એક મોક્ષગતિ થાય છે. જેણે આ સાત પ્રકૃતિનો ક્ષય થયા પૂર્વે જ આયુષ્ય બાંધ્યું હોય અર્થાત્ ક્ષાયોપશમિક સમકિતમાં આયુષ્ય બાંધ્યું હોય તો, તે અવશ્ય વૈમાનિક દેવાયુનો જ બંધ કરે છે. તેથી એકાંત પંડિત મનુષ્યની ક્રમશઃ બે જ ગતિઓ કહી છે– (૧) અંતક્રિયા–મોક્ષ ગતિ (ર) કલ્પોપપત્તિકા [વૈમાનિક દેવગતિ].
બાલપડિત :– જે વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપને જાણે છે, પરંતુ આંશિક રૂપે આચરણ કરે છે, તે બાલપંડિત છે અને તે શ્રાવક હોય છે. બાલપંડિતમાં એક પાંચમું જ ગુણસ્થાન છે. ત્યાં આયુબંધ થાય છે માટે તેની અહીં વિચારણા કરી છે.
જ
બાલ પંડિતની ગતિ :– બાલપંડિત અર્થાત્ શ્રાવકો સમ્યક્ત્વ અને આંશિક ત્યાગનો પ્રભાવે ત્રણ ગતિનું આયુષ્ય બાંધતા નથી. તે માત્ર વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે.
મૃગઘાતક આદિને લાગતી ક્રિયા :
६ पुरिसे णं भंते ! कच्छंसि वा दहंसि वा उदगंसि वा दवियंसि वा वलयंसि वा णूमंसि वा गहणंसि वा गहणविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा वणंसि वा वणविदुग्गंसि वा मियवित्तीए मियसंकप्पे मियपणिहाणे मियवहाए गंता 'एते मिए' त्ति काउं अण्णयरस्स मियस्स वहाए कूडपासं उद्दाइ, तओ णं भंते ! से पुरिसे कइकिरिए पण्णत्ते ?
गोयमा ! जावं च णं से पुरिसे कच्छंसि वा जाव कूडपासं उद्दाइ, तावं चणं से पुरिसे सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ કચ્છ-નદીથી ઘેરાયેલા ઝાડીવાળા સ્થાનમાં, બ્રહમાં, જળાશયમાં, ઘાસાદિથી ઘેરાયેલા સ્થાનમાં, વલય–ગોળાકાર નદીના જળથી કુટિલ સ્થાનમાં, અંધકારયુક્ત સ્થાનમાં, ગહન–વૃક્ષ, લતા આદિના ઝૂંડથી સઘન વનમાં, મૃગથી આજીવિકા ચલાવનાર, મૃગને મારવાનો સંકલ્પ કરનાર, મૃગોના શિકારમાં તલ્લીન, મૃગના વધ માટે નીકળી 'આ મૃગ છે' એમ વિચારી, મૃગને