________________
| શતક-૧ઃ ઉદ્દેશક-૮
૧૮૭ ]
५ से केणटेणं भंते ! जाव देवाउयं किच्चा देवेसु उववज्जइ ?
गोयमा ! बालपंडिए णं मणुस्से तहारूवस्स समणस्स वा, माहणस्स वा अंतिए एगमपि आरियं धम्मियं सुवयणं सोच्चा, णिसम्म देसं उवरमई, देसं णो उवरमइ; देसं पच्चक्खाइ, देसं णो पच्चक्खाइ । से तेणटेणं देसोवरमदेसपच्चक्खाणेणं णो णेरइयाउयं पकरेइ जाव देवाउयं किच्चा देवेसु उववज्जइ। से तेणटेणं गोयमा ! जाव देवेसु उववज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે બાલપંડિત મનુષ્ય દેવાયુનો બંધ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! બાલપંડિત મનુષ્ય તથારૂપના શ્રમણ—માહણ પાસે એક પણ આર્ય તથા ધાર્મિક સર્વચનનું શ્રવણ કરીને, અવધારણ કરીને એકદેશથી વિરત થાય છે અને એક દેશથી વિરત થતા નથી; એક દેશથી પ્રત્યાખ્યાન કરે છે અને એક દેશથી પ્રત્યાખ્યાન કરતા નથી. હે ગૌતમ ! દેશવિરતિ અને દેશ પ્રત્યાખ્યાનના કારણે તે નરકાયુ, તિર્યંચાયું અને મનુષ્યાયનો બંધ કરતા નથી પરંતુ દેવાયુનો બંધ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેથી પૂર્વોક્ત કથન કર્યું છે કે તે દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં ક્રમશઃ એકાંત બાલ, એકાંત પંડિત અને બાલ-પંડિત મનુષ્યના આયુષ્ય બંધનો વિચાર કર્યો છે.
એકાંત બાલ :- મિથ્યાદષ્ટિ અને અવિરત સમ્યગુદષ્ટિ એકાંત બાલ છે. એકથી ચાર ગુણસ્થાનવર્તી જીવો બાલ કહેવાય છે. અહીં 'બાલ'ની સાથે પ્રયુક્ત એકાંત વિશેષણમિશ્રદષ્ટિના નિષેધ માટે છે.મિશ્રદષ્ટિમાં આયુષ્યનો બંધ થતો નથી. એકાંત બાલ મનુષ્યોને ચારે ગતિના આયુષ્યનો બંધ શા માટે ? :- એકાંત બાલત્વ સમાન હોવા છતા પણ બાલજીવો એક જ ગતિના આયુષ્યનો બંધ ન કરતાં, ચારે ગતિનું આયુષ્ય શા માટે બાંધે છે? તેનું કારણ બાલ જીવોની પ્રકૃત્તિની વૈવિધ્યતા છે. કોઈ એકાંત બાલ જીવ મહારંભી, મહાપરિગ્રહી, અસત્ય માર્ગોપદેશક તથા પાપાચારી હોય, તે નરકાયુનો અથવા તિર્યંચાયુનો બંધ કરે છે. કોઈ એકાંત બાલજીવ અલ્પકષાયી, અકામનિર્જરા તથા બાલતપથી યુક્ત હોય; તે મનુષ્યાય અથવા દેવાયુનો બંધ કરે છે અને અવિરત સમ્યગુ દષ્ટિ મનુષ્ય દેવાયું જ બાંધે છે.
એકાંત પડિત :- વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપને જાણીને તદ્દનુસાર જે આચરણ કરે છે તે પંડિત છે. તે મહાવ્રતી સાધુ હોય છે. છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો 'પંડિત' કહેવાય છે. તેમાં છટ્ટા-સાતમાં