________________
શ્રી ભગવતી સૂત્ર–૧
पकरेइ, देवाउयं पि पकरेइ । णो णेरइयाउयं किच्चा णेरइएसु उववज्जइ, णो तिरियाउयं किच्चा तिरिएसु उववज्जइ, णो मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, देवाउयं किच्चा देवेसु उववज्जइ ।
૧૮૬
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકાંત પંડિત મનુષ્ય શું નરકાયુ બાંધે છે ? તેમજ શું દેવાયુ બાંધે છે ? અને તે જ રીતે શું દેવાયુ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ? ત્યાં સુધીનો પૂર્વ સૂત્રોક્ત પાઠ ગ્રહણ કરવો.
ઉત્તર– હે ગૌતમ ! એકાંત પંડિત મનુષ્ય કદાચિત્ આયુષ્ય બાંધે છે, કદાચિત્ આયુષ્ય બાંધતા નથી. જો બાંધે તો નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્યાયુનો બંધ કરતા નથી. દેવાયુ જ બાંધે છે. નરકાયુનો બંધ ન કરવાથી તે નરકમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચાયુનો બંધ ન કરવાથી તે તિર્યંચમાં ઉત્પન્ન થતાં નથી. મનુષ્યાયુનો બંધ ન કરવાથી તે મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ દેવાયુનો બંધ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
३ से केणट्टेणं भंते ! जाव देवाउयं किच्चा देवेसु उववज्जइ ?
गोयमा ! एगंतपंडियस्स णं मणूसस्स केवलमेवं दो गईओ पण्णायंति, तं जहा- अंतकिरिया चेव, कप्पोववत्तिया चेव । से तेणद्वेणं गोयमा ! जाव देवाउयं किच्चा देवेसु उववज्जइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તે (ત્રણ ગતિને આયુબંધ ન કરતાં માત્ર) દેવાયુનો બંધ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! એકાંત પંડિત મનુષ્યની માત્ર બે ગતિ જ કહી છે. તે આ પ્રમાણે છે– અન્તક્રિયા (મોક્ષગતિ) અને કલ્પોપત્તિકા(વૈમાનિક દેવગતિ), હે ગૌતમ ! તેથી એકાંત પંડિત મનુષ્ય દેવાયુનો બંધ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
४ बालपंडिए णं भंते ! मणुस्से किं णेरइयाउयं पकरेइ जाव देवाउयं किच्चा देवेसु उववज्जइ ?
गोयमा ! णो णेरइयाउयं पकरेइ जाव देवाउयं किच्चा देवेसु उववज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું બાલપંડિત મનુષ્ય નરકાયુ વગેરે આયુષ્ય બાંધે છે ? તેમજ દેવાયુનો બંધ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે નરકાયુ, તિર્યંચાયુ કે મનુષ્યાયુનો બંધ કરતા નથી, દેવાયુનો બંધ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે.