________________
[ ૧૮૪ |
શ્રી ભગવતી સૂત્ર-૧
શારીરિક અનેક યોગ્યતાઓથી અને સાધનોથી સમાન બે પુરુષો વચ્ચેના યુદ્ધમાં એકનો જય અને એકનો પરાજય થાય છે. તેમાં વીર્યાન્તરાય કર્મના ઉદય, અનુદયનું મુખ્ય કારણ હોય છે. વીર્યવાન-વિશેષ પરાક્રમી વ્યક્તિ જીતી જાય છે. અલ્પ પરાક્રમવાળી વ્યક્તિ હારી જાય છે.
જ
જાય છે.
* વીર્ય બે પ્રકારના છે– (૧) લબ્ધિ વીર્ય (૨) કરણ વીર્ય. આત્માને શરીર ક્ષમતા–સામર્થ્યની ઉપલબ્ધિ તે લબ્ધિવીર્ય છે. તે લબ્ધિવીર્યનો ઉપયોગ થાય અને તે ક્રિયાત્મક બને તેને કરણવીર્ય કહેવાય
ચોવીસ દંડકના જીવ લબ્ધિવીર્યથી સવાર્ય છે અને કરણવીર્યથી સવીર્ય-અવીર્ય બંને હોય છે. મનુષ્ય શૈલેશી અવસ્થામાં લબ્ધિવીર્યથી વીર્ય અને કરણવીર્યથી અવીર્ય હોય છે. સિદ્ધ બંને અપેક્ષાથી અવીર્ય હોય છે. કેમ કે તેમને શરીર જ નથી અને બંને વીર્ય શરીર સાપેક્ષ છે. આત્મ સામર્થ્યથી તે સંપન્ન હોય છે.