________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૮
[ ૧૮૩ ]
| શતક-૧ : ઉદ્દેશક-૮) OROR OCR સંક્ષિપ્ત સાર છCROROR
* આ ઉદ્દેશકમાં બાલ, પંડિત આદિના આયુષ્ય બંધ, મુગવધક આદિ ભિન્ન ભિન્ન જીવોની લાગતી ક્રિયા, સમાન બે વ્યક્તિમાં થતાં જય-પરાજયનું કારણ અને તેના અનુસંધાનમાં વીર્ય વિષયક વિચારણા કરી છે.
* એકાંત બાલ(ચાર ગુણસ્થાનવાળા જીવ) ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. એકાંત પંડિત (છઠ્ઠાદિ ગુણસ્થાનવર્તી જીવ) આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવગતિનું અને ન બાંધે તો મોક્ષમાં જાય છે. બાલપંડિત (પાંચમા ગુણસ્થાનવર્તી જીવ)વૈમાનિક દેવગતિનું જ આયુષ્ય બાંધે છે. જે જીવ જે ગતિનું આયુષ્ય બાંધે છે, તે ગતિમાં જ જાય છે. આયુષ્ય બાંધ્યા વિના જીવ જતો નથી. ક છવસ્થ જીવ કોઈ પણ પ્રવૃત્તિ કરે તેને ત્રણ ક્રિયા અવશ્ય લાગે જ છે. કારણ કે સકષાયી જીવોની કાયા કંઈક અંશે સાવધ યોગમાં પ્રવૃત્ત હોય જ છે, તેથી કાયિકી ક્રિયા લાગે છે. તે પાપકારી સાધનોનો પણ ઉપયોગ કરે છે તેથી આધિકરણીકી ક્રિયા અને તે જીવ સકષાયી હોવાથી પ્રાષિકી ક્રિયા લાગે છે. હવે જો તેની પ્રવૃત્તિથી અન્ય જીવોને પરિતાપ થાય તો, ચોથી ક્રિયા પારિતાપનિકી અને અન્ય જીવોનો પ્રાણવધ થાય તો, પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. આ રીતે સકષાયી જીવોને કોઈ પણ પ્રવૃત્તિ કરતા ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. * કોઈ જીવને મારવા માટે બાણ છોડે તો ત્રણ ક્રિયા. બાણ તેને લાગે તો ચાર ક્રિયા અને તે જીવ મરી જાય તો પાંચ ક્રિયા થાય છે.
કોઈ જીવને મારવાના સંકલ્પથી ધનુષની પણછ ખેંચી, કોઈ મનુષ્ય ઊભો હોય તે સમયે કોઈ બીજી વ્યક્તિ આવી, તલવારનો ઘા કરી, તેને મારી નાખે. તેથી ખેંચેલું બાણ નિશાન પર લાગે અને તે જીવ મરી જાય, ત્યારે તલવારથી મનુષ્યને મારનારને પણ તેની પાંચ ક્રિયા લાગે છે. બાણથી મરનાર જીવના નિમિત્તથી ધનુષવાળા મનુષ્યને પણ પાંચ ક્રિયા લાગે છે. * કોઈપણ પ્રહારના નિમિત્તથી કોઈ જીવ જો છ મહિનાની અંદર મરે તો પ્રહાર કરનારને પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે; છ મહિના પછી જો તે જીવનું મૃત્યુ થાય તો તે પ્રહાર નિમિત્ત ગણી શકાતો નથી. આ કથન વ્યવહાર સાપેક્ષ છે.
* તલવાર, બરછી આદિથી સામસામે મારનાર વ્યક્તિ તીવ્ર વૈરથી સ્પષ્ટ થાય છે અને મારનારના તે કાર્યનું ફળ તેને શીધ્ર નજીકના ભવિષ્યમાં મળે છે.