________________
૧૮૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
જિનું સ્મરણ પણ ન ગમે], હીન સ્વરવાળો, દીનસ્વરવાળો, અનિષ્ટ, અકાત્ત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ અને અમનામ સ્વરવાળો તથા અનાદેય વચનવાળો થાય છે અને જો તે જીવે અશુભ કર્મ બાંધેલા ન હોય તો તેનું સર્વ પ્રશસ્ત જાણવું તેમજ તે આદેયવચનવાળો થાય છે. ત્યાં સુધી કથન કરવું.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
આ સૂત્રમાં ગર્ભસ્થ જીવની અવસ્થાઓનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે તેની બેસવા, સુવાની સમસ્ત પ્રવૃત્તિ માતાની પ્રવૃત્તિને અનુરૂપ જ હોય છે. તેમજ માતા સુખીઃદુખી થાય તો તે પણ સુખી દુઃખી થાય છે. તે જીવ પૂર્વકૃત કર્માનુસાર સુરૂપ, કુરૂપ, નિરોગી-સરોગી થાય છે. ગર્ભસ્થ બાળકના કર્મ સંયોગાનુસાર જ પ્રસૂતિ-જન્મ સુખપૂર્વક કે દુઃખપૂર્વક થાય છે. આ સૂત્રનું તાત્પર્ય એ છે કે ગર્ભસ્થ જીવની પ્રવૃત્તિનો સંબંધ માતાની પ્રવૃત્તિ સાથે હોય છે અને અન્ય સર્વ સંયોગો તેના કર્માનુસાર હોય છે.
છે શતક-૧/છ સંપૂર્ણ |