________________
૧૭૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
અર્થ કોઈ પણ ગતિમાં સ્થિત અવસ્થા. આ એક જ અર્થ અહીં અપેક્ષિત છે. અનેક જીવોની અપેક્ષાએ ઃ- જીવ અનંત છે. તેથી પ્રતિસમય અનેક જીવ વિગ્રહગતિ-સમાપન્ન પણ હોય છે અને અનેક જીવ વિગ્રહગતિના અભાવવાળા (સ્થાનસ્થિત) પણ હોય છે. એકેન્દ્રિય જીવોમાં પણ અનેક જીવ વિગ્રહગતિ પ્રાપ્ત અને અનેક જીવ અવિગ્રહગતિ પ્રાપ્ત હોય છે. નારકોની અપેક્ષાએ ત્રણ ભંગ - સામાન્ય જીવોની અપેક્ષાએ નારકોની સંખ્યા અલ્પ છે. તેમજ તેના વિરહકાલના સમયે એક પણ જીવ વિગ્રહગતિમાં હોતો નથી. તેથી તેના ત્રણ ભંગ આ પ્રમાણે થાય છે(૧) સર્વ જીવ અવિગ્રહ ગતિ સમાપન્ન હોય. વિગ્રહ ગતિમાં કોઈ ન હોય (૨) કદાચિત એક જ જીવ વિગ્રહગતિ સમાપન્ન અને અનેક જીવ અવિગ્રહગતિ સમાપન્ન હોય (૩) કદાચિત્ અનેક જીવ વિગ્રહગતિ સમાપન્ન અને અનેક જીવ અવિગ્રહગતિ સમાપન્ન હોય. નૈરયિકોની જેમ સર્વ દંડકોમાં (એકેન્દ્રિયને છોડીને) ત્રણ ત્રણ ભંગ થાય છે.
દેવનું ચ્યવન અને ગ્લાનિભાવ :१० देवेणं भंते ! मड्डिीए, महज्जुईए, महब्बले महायसे महासोक्खे महाणुभावे अविउक्कंतियं चयमाणे किंचिकालं हिरिवत्तियं, दुगंछावत्तियं, परीसहवत्तियं आहारं णो आहारेइ । अहे णं (तओ पच्छा) आहारे आहारिज्जमाणे आहारिए, परिणामिज्जमाणे परिणामिए पहीणे य आउए भवइ । जत्थ उववज्जइ तं आउयं पडिसंवेदेइ, तं जहा- तिरिक्खजोणियाउयं वा, मणुस्साउयं वा । [से कहमेयं भंते ! एवं?
हंता गोयमा! देवे णं महड्डीए जाव मणुस्साउयं वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મહાઋદ્ધિવાન, મહાદ્યુતિવાન, મહાબલવાન, મહાયશસ્વી, મહાસૌખ્યસુખસંપન્નમહાનુભાવ-અચિંત્ય શક્તિવાળાદેવ, મરણકાલે ચ્યવન પૂર્વે કેટલોક સમય લજ્જાથી, ધૃણાથી, (અરતિરૂ૫) પરીષહથી આહાર કરતા નથી. ત્યાર પછી આહાર ગ્રહણ કરે છે, ગ્રહણ કરાતો તે આહાર ગ્રહણ થાય છે. પરિણત થતો તે આહાર પરિણત થાય છે, અંતે તે દેવનું આયુષ્ય પૂર્ણ થાય છે. પછી તે જ્યાં ઉત્પન્ન થવાનો છે, ત્યાંના આયુષ્યનું વેદન કરે છે. તે આ પ્રમાણે છે– તિર્યંચનું આયુષ્ય અથવા મનુષ્યનું આયુષ્ય. હિ ભગવન્! શું એ કથન સત્ય છે?]
ઉત્તર- હા ગૌતમ ! મહાદ્ધિવાન આદિ વિશેષણ સંપન્ન તે દેવ ચ્યવન પછી તિર્યંચ કે મનુષ્યના આયુષ્યનું વેદન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવના સાત વિશેષણ આપ્યા છે.