________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૭
[ ૧૭૩]
(૧) મહર્તિક - વિમાન અને પરિવાર આદિ ઋદ્ધિ સંપન્ન (૨) મહાધુતિવાન - મહાન દીપ્તિમાન (૩) મહાબલ:- શારીરિક બલ સંપન્ન (૪) મહાયશ – યશસ્વી, જેની ખ્યાતિ ત્રણે લોકમાં થઈ હોય તેવા (૫) મહોરણે :- મહાન સુખસુવિધા સંપન્ન. (૬) મહાનુભાવ - અનુભાવનો અર્થ છે સામર્થ્ય- જેનામાં શાપ અને અનુગ્રહનું તેમજ વિવિધ રૂપોના નિર્માણનું અચિંત્ય સામર્થ્ય હોય તે. (૭) અવ્યુત્કાનિક ચ્યવમાનઃ- વ્યુત્કાત્તિનો અર્થ શ્રુતિ અથવા મરણ અને અવ્યુત્ક્રાંતિનો અર્થ છેજે મૃત્યુને પ્રાપ્ત નથી પરંતુ વ્યવમાન = અલ્પ સમયમાં મૃત્યુને પ્રાપ્ત થનાર છે. તેના માટે 'અવ્યુત્કાન્તિક ચ્યવમાન' શબ્દ પ્રયોગ છે.
મૃત્યુ સમય નજીક જાણી મહદ્ધિક દેવોનું મન પોતાના ભાવિને જોઈને ગ્લાન થઈ જાય છે. આત્મગ્લાનિથી પીડિત થઈને તે કેટલોક સમય આહાર પણ છોડી દે છે. તેની ગ્લાનિના ત્રણ કારણો છે. ભવિષ્યમાં મનુષ્ય કે તિર્યંચ યોનિમાં, માતાના ગર્ભમાં જન્મ ધારણ કરવો પડશે. (૧) તે સ્ત્રીના ગર્ભાશયને જોઈને લજ્જિત થાય છે (૨) દેવસ્થાનની અપેક્ષાએ તે હીન, અશચિમય અને અપવિત્ર હોવાથી તેને ધૃણા થાય છે (૩) અરતિરૂપ પરીષહથી બેચેની થાય છે. આ ત્રણ કારણે તે કેટલોક સમય આહાર છોડી દે છે ત્યાર પછી આહાર ગ્રહણ કરે છે, તે પરિણત થાય છે. તેની ચ્યવમાન અવસ્થા પૂર્ણ થયા પછી, દેવાયુ ક્ષીણ થયા પછી તે દેવ, મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય ભોગવે છે.
ગર્ભમાં ઉત્પત્તિ, આહાર, નિહાર પ્રરૂપણા :|११ जीवे णं भंते ! गब्भं वक्कममाणे किं सइंदिए वक्कमइ, अणिदिए वक्कमइ?
गोयमा ! सिय सइंदिए वक्कमइ, सिय अणिदिए वक्कमइ। से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! दव्विंदियाई पडुच्च अणिदिए वक्कमइ, भाविंदियाई पडुच्च सइंदिए वक्कमइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ, શું ઈન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે? અથવા ઈન્દ્રિયરહિત ઉત્પન્ન થાય છે?