________________
| શતક-૧: ઉદ્દેશક-૭.
[ ૧૭૧ ]
પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અનેક જીવો વિગ્રહગતિને પ્રાપ્ત થાય છે અથવા અનેક જીવો અવિગ્રહગતિને પ્રાપ્ત થાય છે. | ९ णेरइया णं भंते ! किं विग्गहगइसमावण्णगा, अविग्गहगइसमावण्णगा?
गोयमा ! सव्वे विताव होज्जा अविग्गहगइसमावण्णगा। अहवा अविग्गहगइ समावण्णगा य, विग्गहगइसमावण्णगे य । अहवा अविग्गहगइ समावण्णगा य, विग्गहगइसमावण्णगा य । एवं जीव एगिदियवज्जो तियभंगो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિક વિગ્રહગતિને પ્રાપ્ત છે? અથવા અવિગ્રહગતિને પ્રાપ્ત છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ (૧) તે સર્વ જીવો અવિગ્રહગતિને પ્રાપ્ત છે. અથવા (૨) અનેક જીવ અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે અને એક જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે. અથવા (૩) અનેક જીવ અવિગ્રહગતિને પ્રાપ્ત છે અને અનેક જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે.
આ રીતે જીવ સામાન્ય અને એકેન્દ્રિયોને છોડીને સર્વત્ર ત્રણ ત્રણ ભંગનું કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક જીવ, અનેક જીવ, એવં નૈરયિકથી વૈમાનિક પર્યંતના ૨૪ દંડકોની અપેક્ષાએ વિગ્રહગતિ અને અવિગ્રહગતિ સંબંધિત પ્રશ્નોત્તર છે. તેમાં વિગ્રહ ગતિનો અર્થ છે વાટે વહેતા જીવ અને અવિગ્રહ ગતિનો અર્થ છે કોઈપણ ગતિમાં સ્થાન સ્થિત જીવ.
અન્ય રીતે વિગ્રહગતિ :- (૧) વિગ્રહનો અર્થ વક્ર અથવા વળાંક. જીવ જ્યારે એક ગતિનું આયુષ્ય સમાપ્ત કરી, શરીર છોડી, અન્ય ગતિમાં નવું શરીર ધારણ કરવા માટે જાય છે, ત્યારે જો તેનું ઉત્પત્તિ સ્થાન વળાંક લઈને જ પહોંચી શકાય તેવું હોય, તો જીવ એક, બે કે કદાચિત્ ત્રણ વળાંક લઈને ઉત્પત્તિ સ્થાનમાં પહોંચે છે. (૨) વાટે વહેતો જીવ આકાશ શ્રેણી અનુસાર ગતિ કરે છે. લોકમાં આકાશશ્રેણીઓ તાણા–વાણાની જેમ છે. જીવનું ઉત્પત્તિસ્થાન જો સમશ્રેણી પર ન હોય, તો જીવ વળાંક લઈ ઉત્પત્તિસ્થાને પહોંચે છે. તેની આ વળાંકવાળી ગતિ અથવા વક્રગતિને વિગ્રહગતિ કહે છે. અવિગ્રહગતિ - અવિગ્રહગતિ–વળાંક વિનાની ગતિ. જે જીવનું ઉત્પત્તિસ્થાન અત્યંત સરલ–સીધું સમ શ્રેણી પર હોય, તો તે જીવને વળાંક લેવો પડતો નથી. તે જીવ સીધો જ ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી જાય છે. તેને અવિગ્રહગતિ અથવા ઋજુગતિ કહે છે.
પ્રસ્તુત માં વિગ્રહગતિ સમાપન્નનો અર્થ વાટે વહેતી અવસ્થા અને અવિગ્રહગતિ સમાપન્નનો