________________
૧૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
તેલના સર્વ પુગલોને ગ્રહણ કરે છે, ખેંચે છે. પછી તે જ પૂડલો તેલના કેટલાક પુગલોને ખેંચે છે, કેટલાકને ખેંચતો નથી. તેમ ઉત્પત્તિ સમય પશ્ચાતુ જીવ સર્વ આત્મપ્રદેશોથી કેટલાક આહાર્ય આહારને યોગ્ય] પુદ્ગલને ગ્રહણ કરે છે અને કેટલાકને ગ્રહણ કરતો નથી. તેથી કહ્યું છે કે જીવ સર્વભાગથી એકભાગનો આહાર કરે છે.
ઉદ્વર્તના-નરકમાંથી આયુષ્ય સમાપ્ત કરી નીકળતો જીવ પણ ઉપપાતની જેમ સર્વથી સર્વ રૂપે અન્યગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં સર્વથી દેશ અને સર્વથી સર્વ રૂપે આહાર કરે છે.
જરા પણ ૩વવાના - યદ્યપિ નારકી મરીને નરકમાં ઉત્પન્ન થતો નથી. મનુષ્ય અને તિર્યંચ જ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. પરંતુ અહી નિશ્ચયનયની દષ્ટિએ 'વનમાળે વત્તિ' ના સિદ્ધાંતાનુસાર કથન કર્યું છે. જે જીવે તિર્યંચગતિનું કે મનુષ્યનું આયુષ્ય સમાપ્ત કર્યું હોય અને જેને નરકાયુનો ઉદય થઈ ગયો હોય, તેવો વિગ્રહ ગતિનો જીવ અથવા નરકગતિની અભિમુખ બનેલો જીવ નારકી જ કહેવાય છે. તે પ્રકારના જીવની અપેક્ષાએ આ કથન છે. દેશ અને અદ્ધમાં અંતર :- દેશભાગ એટલે વસ્તુનો પા, અર્ધા, પોણોભાગ ઈત્યાદિ, અર્થાત્ પૂર્ણ વસ્તુનો એક ભાગ. જ્યારે 'બદ્ધ એટલે વસ્તુનો બરાબર અર્ધો જ ભાગ ગ્રહણ થાય છે. દેશભાગમાં અનેક વિકલ્પો સંભવિત છે. જ્યારે અદ્ધભાગમાં એક જ વિકલ્પ છે. જેમ જીવ દેશ ભાગથી ઉત્પન્ન થતો નથી, તેમજ અર્ધ્વ ભાગથી પણ ઉત્પન્ન થતો નથી.
વિગ્રહગતિ-અવિગ્રહગતિ:| ७ जीवे णं भंते ! किं विग्गहगइसमावण्णए, अविग्गहगइसमावण्णए ?
गोयमा ! सिय विग्गहगइसमावण्णए, सिय अविग्गहगइसमा-वण्णए । एवं जाव वेमाणिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ વિગ્રહગતિ સમાપન્ન-વિગ્રહગતિને પ્રાપ્ત(વાટે વહેતા) છે? અથવા અવિગ્રહ ગતિને પ્રાપ્ત(સ્થાનાસ્થિત) છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિ[જીવવું તે વિગ્રહગતિને પ્રાપ્ત છે, કદાચિત્ અવિગ્રહગતિને પ્રાપ્ત છે.
આ જ પ્રમાણે વૈમાનિક પર્યત જાણવું જોઈએ. ८ जीवा णं भंते ! किं विग्गहगइसमावण्णगा, अविग्गहगइसमावण्णगा?
गोयमा ! विग्गहगइसमावण्णगा वि, अविग्गहगइमावण्णगा वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! શું અનેક જીવો વિગ્રહગતિને પ્રાપ્ત થાય છે? અથવા અવિગ્રહગતિને