________________
શતક-૧: ઉદ્દેશક-૭
_.
[ ૧૬૯ ]
ઉપપધમાન અને ઉપપ - જીવ પૂર્વના જીવનને સમાપ્ત કરીને નવા જન્મ સ્થાનમાં જાય છે, ઉત્પત્તિના પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે અને આહાર, શરીર અને ઈન્દ્રિય પર્યાપ્તિનો પ્રારંભ કરે છે. એક સમયમાં આહાર પર્યાપ્તિથી પર્યાપ્ત થઈ જાય છે. ત્યાર પછી શરીર અને ઈન્દ્રિય પર્યાપ્તિનું નિર્માણ ન થાય ત્યાં સુધીની અવસ્થા ઉપપદ્યમાન અવસ્થા છે અને આહાર, શરીર અને ઈન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્ત અવસ્થા ઉપપન્ન અવસ્થા છે. ઉપપન્ન અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ અર્થાત્ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી જ જીવનું મૃત્યુ થઈ શકે છે. આ રીતે ઉપપધમાન અને ઉપપન્નમાં ભેદ છે. ઉદ્વર્તમાન અને ઉદ્દવૃત્ત :- મૃત્યુ પૂર્વે અંતર્મુહૂર્તની અવસ્થા ઉદ્વર્તમાન અવસ્થા છે. મૃત્યુ સમયની અવસ્થાને ઉવૃત્ત કહે છે. મૃત્યુનો સમય તે જ જન્મનો સમય છે. તેથી ઉપપદ્યમાન અવસ્થા અને ઉવૃત્ત અવસ્થાનું કાલમાન એક જ છે. કારણ કે પૂર્વ ભવનું આયુષ્ય સમાપ્ત થયા પછીનો સમય ઉપપદ્યમાન અને ઉવૃત્ત કહેવાય છે. નારીનું ઉપપાત સંબંધી દેશ અને સર્વનું તાત્પર્ય :- જીવ જ્યારે નરકાદિમાં ઉત્પન્ન થાય છે. (૧) ત્યારે શું તે જીવ પોતાના પૂર્વભવના એક દેશથી નારકના એકદેશ અવયવરૂપે ઉત્પન્ન થાય છે? અર્થાત્ ઉત્પન્ન થનાર જીવનો એક ભાગ જ નારકના એક ભાગના રૂપમાં ઉત્પન્ન થાય છે? (૨) પૂર્વભવના એક દેશથી સંપૂર્ણપણે નારકરૂપે ઉત્પન્ન થાય છે, (૩) સંપૂર્ણ જીવ નારકના એક ભાગના રૂપમાં ઉત્પન્ન થાય છે? (૪) સંપૂર્ણ જીવ સંપૂર્ણપણે નારકરૂપમાં ઉત્પન્ન થાય છે? આ જ રીતે અન્ય વિકલ્પોનો આશય પણ સમજી લેવો.
ભગવાને તેના ઉત્તરમાં ચોથા વિકલ્પનો સ્વીકાર કર્યો છે અર્થાત્ જીવ પોતાના સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે. તેનું કારણ એ છે કે, જ્યારે ઉપાદાન પૂર્ણ હોય છે ત્યારે વસ્તુ પણ પૂર્ણ ઉત્પન્ન થાય છે તેમજ ઉપાદાન તો તે જ કહેવાય જે સંપૂર્ણ પણે કાર્યના રૂપમાં પરિણત થાય. જીવનો પૂર્વભવ [મનુષ્યાદિ] ઉપાદાન કારણ છે તે પૂર્ણપણે નારકાદિરૂપે પરિણત થાય છે. તેથી સર્વથી સર્વ ઉત્પન્ન થાય છે તેમ કહેવાય છે. પરંતુ ટીકાકાર અંતિમ બે ભંગને સ્વીકારે છે. તેવુ પાશ્વાત્યમો ग्राह्यौ, यतः सर्वेण सर्वात्मप्रदेशव्यापारणेलिकागतौ यत्रोत्पत्तव्यं तस्य देशे उत्पद्यते, तद्देशेनोत्पत्ति-स्थानदेशस्यैव व्याप्तत्वात् । कन्दुकगतौ वा सर्वेण सर्वत्रोत्पद्यते विमुच्येव પૂર્વથાનેમિતિ, તત્ત્વ રવાર થાર૭યાને વાવના નારવિષયમાત |જીવ જ્યારે ઈલિકાગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય ત્યારે સર્વ પ્રદેશથી ઉત્પત્તિ સ્થાનના એક દેશમાં ઉત્પન્ન થાય માટે 'સષ્યમાં જે સર્વથી દેશ-ત્રીજો ભંગ, અને કંદુક ગતિથી ઉત્પન્ન થાય ત્યારે સર્વે સä સર્વથી સર્વ, તે ચોથો ભંગ ઘટિત થાય છે. ઉત્પત્તિના કથનની સમાન જ ઉદ્વર્તનાનું કથન કરવું અર્થાત્ સર્વથી સર્વ ઉદ્વર્તે છે. નારકાદિનો આહાર - તેમાં ત્રીજા અને ચોથા વિકલ્પનો સ્વીકાર કર્યો છે અર્થાત્ સર્વભાગથી એક દેશાશ્રિત આહાર કરે છે અને સર્વભાગથી સર્વાશ્રિત આહાર કરે છે.
જીવ જે સમયે ઉત્પન્ન થાય છે, તે સમયે અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમયે પોતાના સર્વ આત્મ પ્રદેશોથી સર્વ પુદગલનો આહાર કરે છે. જેમ અત્યંત તપ્ત તેલની કડાઈમાં પૂડલો નાંખતા, તે લેવા યોગ્ય