________________
૧૬૮
શ્રી ભગવતી સૂત્ર–૧
કરીને ઉત્પન્ન થયા છે.
જેમ ઉત્પદ્યમાન(ઉત્પન્ન થતાં)અને ઉદ્ધર્તમાન(મરીને નીકળતા)જીવોના વિષયમાં ચાર દંડક (ભંગ) કહ્યા તે જ રીતે ઉત્પન્ન થયેલા અને નીકળેલા જીવોના વિષયમાં પણ ચાર ભંગ કહેવા જોઈએ. તેમાં સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થયા છે તથા સર્વભાગથી એકભાગને આશ્રિત કરીને આહાર કરે છે અથવા સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને આહાર કરે છે. આ રીતે ઉત્પન્ન અને ઉત્તના વિષયમાં સંપૂર્ણ આલાપક સમજી લેવો જોઈએ.
६ णेरइए णं भंते ! णेरइएसु उववज्जमाणे किं अद्वेण अद्धं उववज्जइ, अद्धेणं सव्वं उववज्जइ, सव्वेणं अद्धं उववज्जइ, सव्वेणं सव्वं उववज्जइ ?
जहा पढमिल्लेणं अट्ठ दंडगा तहा अद्वेण वि अट्ठ दंडगा भाणियव्वा । णवरं जहिं देसेणं देस उववज्जइ, तहिं अद्धेणं अद्धं उववज्जइ इति भाणियव्वं । एवं णात्तं ते सव्वे व सोलस दंडगा भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિકોમાં ઉત્પન્ન થતો નારક જીવ શું અદ્ઘભાગથી અદ્ઘભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે કે અદ્ઘભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? અથવા સર્વભાગથી અદ્ઘભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે કે સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેમ પૂર્વે આઠ દંડક–આલાપક કહ્યા તે જ રીતે 'અર્જુ' ની સાથે પણ આઠ દંડક કહેવા જોઈએ, વિશેષતા એ છે કે જ્યાં એકભાગથી એકભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે, એવો પાઠ છે ત્યાં 'અર્જુ ભાગથી અદ્ઘભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે.' એ પ્રમાણે પાઠનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ રીતે ઉચ્ચારણ કરતાં કુલ સોળ દંડક–આલાપક થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નારકાદિ જીવોની ઉત્પત્તિ, ઉર્તન એવં આહારના વિષયમાં એકદેશ–સર્વદેશ, અથવા અર્જુ–સર્વ વિષયક પ્રશ્નોત્તર છે.
પ્રસ્તુત પ્રશ્નોત્તરના સોળ દંડક—આલાપક ઃ– દેશ અને સર્વ પદ દ્વારા ઉત્પાદ આદિના આઠ દંડક આ પ્રકારે થાય છે. (૧) ઉત્પદ્યમાન– ઉત્પન્ન થતા (૨) ઉત્પન્ન થતા આહાર કરે છે (૩) ઉર્તમાન– નીકળતા (૪) નીકળતા આહાર કરે છે (૫) ઉત્પન્ન થયેલા (૬) ઉત્પન્ન થયેલા આહાર કરે છે (૭) ઉવૃત્ત–નીકળેલા (૮) નીકળેલા આહાર કરે છે.
આ જ રીતે અદ્ઘ અને સર્વ પદ સાથે પણ જીવના ઉત્પાદાદિના વિષયમાં પૂર્વોક્ત આઠ દંડક– વિકલ્પ થાય છે. કુલ સોળ દંડક–આલાપક થાય છે.