________________
[ ૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
'શતક-૧ : ઉદ્દેશક-૭ |
નૈરયિક
જીવોની ઉત્પત્તિ, મરણ અને આહાર પ્રરૂપણ :| १ रइए णं भंते ! णेरइएसु उववज्जमाणे किं देसेणं देसं उववज्जइ, देसेणं सव्वं उववज्जइ, सव्वेणं देसं उववज्जइ, सव्वेणं सव्वं उववज्जइ?
गोयमा ! णो देसेणं देसं उववज्जइ, णो देसेणं सव्वं उववज्जइ; णो सव्वेणं देसं उववज्जइ, सव्वेणं सव्वं उववज्जइ । जहा णेरइए, एवं जाव वेमाणिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાં ઉત્પન્ન થતો નારક જીવ એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે કે એક ભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે કે સર્વભાગથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે કે સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! નારક જીવ એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતો નથી, એક ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતો નથી, સર્વભાગથી એકભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતો નથી પરંતુ સર્વભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે.
નારકોની સમાન વૈમાનિકો પર્યત આ જ પ્રમાણે સમજવું. | २ रइए णं भंते ! णेरइएसु उववज्जमाणे किं देसेणं देसं आहारेइ, देसेणं सव्वं आहारेइ, सव्वेणं देसं आहारेइ, सव्वेणं सव्वं आहारेइ ?
गोयमा ! णो देसेणं देसं आहारेइ, णो देसेणं सव्वं आहारेइ, सव्वेणं वा देसं आहारेइ, सव्वेणं वा सव्वं आहारेइ । एवं जाव वेमाणिए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાં ઉત્પન્ન થતો નારક જીવ શું એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને આહાર કરે છે? એક ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને આહાર કરે છે? સર્વ ભાગથી એક ભાગને આશ્રિત કરીને આહાર કરે છે? કે સર્વભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને આહાર કરતા નથી. એકભાગથી