________________
શતક-૧: ઉદ્દેશક-૭
_.
| ૧૫]
જન્મે છે અને અન્ય અપેક્ષાએ અશરીરી અને અનિંદ્રિય જન્મે છે.
* ગર્ભમાં જન્મ ધારણ કરનાર જીવ સર્વ પ્રથમ માતા પિતાના રજ અને વીર્યથી મિશ્રિત પુગલનો આહાર કરે છે. ત્યાર પછી માતા દ્વારા કરેલ આહારનો એક અંશ સ્નેહના રૂપમાં ગ્રહણ કરી, તેનો આહાર કરે છે.
* માતાના શરીરથી સંબંધિત એક રસહરણી નાડી પુત્રના શરીરને સ્પર્શેલી હોય છે અને પુત્રના નાભિ સ્થાનમાં એક રસહરણી નાડી હોય છે, જે માતાના શરીર સાથે સ્પર્શેલી રહે છે. આ બંને નાડીઓ દ્વારા પુત્રના શરીરમાં આહારનો પ્રવેશ અને પરિણમન થાય છે તથા ચય ઉપચય થઈને શરીરની વૃદ્ધિ થાય છે.
* આ રસહરણીથી પ્રાપ્ત થયેલ આહાર ઓજરૂ૫ છે, તેનું સંપૂર્ણ પરિણમન થાય છે, તેથી તેના આહારમાંથી મલ આદિ બનતા નથી. માટે ગર્ભગત જીવને મલ, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત્ત આદિ વિકાર થતા નથી પરંતુ અવશેષ પુદ્ગલ તેના હાડકાં, મજ્જા, રોમ, કેશ, નખ આદિ શરીરવયવ રૂપે પરિણત થઈ જાય છે. * શરીરમાં માંસ, લોહી અને મસ્તક માતાના અંગ છે તથા હાડકાં, મજ્જા અને દાઢી, મૂછ પિતાના અંગ છે. માતાપિતાની પરંપરાથી પ્રાપ્ત થયેલા આ અંગ જીવનપર્યત રહે છે.
* ગર્ભગત કોઈ જીવને વિશેષ જ્ઞાનના નિમિત્તથી પૂર્વના વૈરના પ્રભાવે સેના સાથે યુદ્ધનાં પરિણામો થાય અને તે પરિણામોમાં તે જીવ કાળધર્મ પામે તો તે પ્રથમ નરકમાં જઈ શકે છે. કોઈક ગર્ભસ્થ જીવ શુભ અધ્યવસાયો અને ધર્મભાવનાથી ઓતપ્રોત થઈને મૃત્યુ પામે તો બીજા દેવલોક સુધી પણ જઈ શકે છે. આ રીતે ગર્ભગત જીવમાં શુભ અને અશુભ બંને પ્રકારના આત્મપરિણામ હોય છે.
* ગર્ભગત જીવ પગ આગળ કરીને અથવા મસ્તકને આગળ કરીને સીધો ગર્ભથી બહાર આવે ત્યારે સુખપૂર્વક જન્મે છે પરંતુ તિરછો(ત્રાંસો) બહાર આવે તો કષ્ટપૂર્વક જન્મે છે કે મરી જાય છે. તે જીવને શુભ નામકર્મનો ઉદય હોય તો શુભ વર્ણાદિ પ્રાપ્ત કરે છે અને અશુભ નામકર્મનો ઉદય હોય તો અશુભ અને અમનોજ્ઞ વર્ણાદિ અને સ્વર આદિ પ્રાપ્ત કરે છે.