________________
૧૬૪
શ્રી ભગવતી સૂત્ર–૧
શતક-૧ : ઉદ્દેશકDRDO સંક્ષિપ્ત સાર OROROR
*
આ ઉદ્દેશકમાં જીવની ઉત્પત્તિ અને ઉદ્દવર્તના, તે સમયે આહાર ગ્રહણની પદ્ધતિ, ૨૪ દંડકના જીવોમાં વિગ્રહ ગતિ અને અવિગ્રહ ગતિની અપેક્ષાએ ભંગ સંખ્યા, ચ્યવન પામતા દેવોની માનસિક સ્થિતિ અને ગર્ભસ્થ જીવ વિષયક વિચારણા કરી છે.
* જીવ જ્યાં જન્મ લે છે અથવા જ્યાંથી મૃત્યુ પામે છે તે સર્વ આત્મપ્રદેશોથી જન્મે છે અને મૃત્યુ પામે છે. તે સ્થાનની પ્રારંભિક ગ્રહણ કરવા યોગ્ય સર્વ અવગાહનાને ગ્રહણ કરે છે.
⭑
પરિણમનની અપેક્ષાએ જીવ સર્વ આત્મપ્રદેશોથી આહાર કરે છે અર્થાત્ ઓજાહાર, રોમાહાર અને કવલાહાર, આ ત્રણે આહારનું પરિણમન સર્વ આત્મપ્રદેશોથી થાય છે. ઓજાહાર અને રોમાહારમાં ગ્રહણ કરેલ આહાર પુદ્ગલોનું સંપૂર્ણ પરિણમન થાય છે. કવલાહારમાં ગ્રહણ કરેલ આહારનો સંખ્યાતમો ભાગ પરિણમન થાય છે અને અનેક સંખ્યાત ભાગ શરીરમાં પરિણત ન થતાં મલ આદિ રૂપે નીકળી જાય છે. શરીરમાં પરિણમન થયેલા આહારને આગમમાં વાસ્તવિક આહાર કહ્યો છે. તે સિવાયના આહાર–પુદ્ગલોનું માત્ર ગ્રહણ અને નિસ્સરણ જ હોય છે.
★ કોઈપણ જીવ કેટલાક આત્મપ્રદેશોથી અથવા અર્ધા આત્મપ્રદેશોથી જન્મ કે મૃત્યુ પામતા નથી અને આહાર પણ કરતા નથી.
* ૨૪ દંડકમાં એક જીવની અપેક્ષાએ તે ક્યારેક વિગ્રહ ગતિવાળો અને ક્યારેક અવિગ્રહ ગતિવાળો પણ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ એકેન્દ્રિયમાં બંને અવસ્થામાં હંમેશાં અનેક જીવો હોય છે. શેષ ૧૯ દંડકમાં વિગ્રહ ગતિવાળા જીવ હંમેશાં નહીં મળવાથી ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવ અવિગ્રહ ગતિવાળા હોય, (૨) અનેક અવિગ્રહ ગતિવાળા અને એક જીવ વિગ્રહ ગતિવાળો હોય, (૩) અનેક અવિગ્રહ ગતિવાળા અને અનેક જીવ વિગ્રહ ગતિવાળા હોય છે.
★
મહર્દિક દેવ મૃત્યુ સમય નજીક જાણીને, મનુષ્ય અને તિર્યંચના અશુચિમય જન્મ, જીવન અને આહારને અવધિ(જ્ઞાન)થી જોઈને, તે એકવાર ઘૃણા, લજ્જા અને દુઃખથી ત્રાસી જાય છે અને આહાર પણ છોડી દે છે. ત્યાર પછી આહાર કરીને મૃત્યુ પામે છે અને તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થઈ, ત્યાંનો આહાર તેમને કરવો જ પડે છે.
★ જીવ જ્યારે એક ગતિમાંથી અન્ય ગતિમાં જન્મ ધારણ કરે છે, ત્યારે સ્થૂલ શરીર અને દ્રવ્યેન્દ્રિયને છોડીને જાય છે, સૂક્ષ્મ શરીર અને ભાવેન્દ્રિયને સાથે લઈને જાય છે. તેથી તે અપેક્ષાએ સઈન્દ્રિય, સશરીરી