________________
૧૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
वि पवडइ, अहे वि पवडइ, तिरिए वि पवडइ ।
जहा से भंते ! बायरे आउयाए अण्णमण्णसमाउत्ते चिरं पि, दीहकालं चिट्ठइ, तहा णं से वि?
__णो इणढे समढे । से णं खिप्पामेव विद्धसमागच्छइ ॥ सेवं भंते ! सेवं મતે ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું સૂક્ષ્મ સ્નેહકાય એક પ્રકારનું સૂક્ષ્મ જલ] સદા પરિમિત સિપરિમાણ પડે છે?
ઉત્તર- હા, ગૌતમ! પડે છે. પ્રશ્ન- હે ભગવન્! તે સૂક્ષ્મ સ્નેહકાય ઉપર પડે છે, નીચે પડે છે કે તિરછી પડે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ઉપર[ઊર્ધ્વલોકમાં વૃત વૈતાઢયાદિમાં પણ પડે છે. નીચે [અધોલોક ગ્રામોમાં પણ પડે છે અને તિરછી[તિર્યમ્ લોકમાં પણ પડે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું સૂક્ષ્મ સ્નેહકાય બાદર અપકાયની જેમ પરસ્પર સમાયુક્ત થઈને દીર્ઘકાલ પર્યત રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. કારણ કે તે સૂક્ષ્મ સ્નેહકાય]તરત જ વિધ્વસ્ત–નાશ પામે છે. માટે બાદર અપકાયની જેમ જલસમૂહ રૂપે કે બુંદ રૂપે તેનું અસ્તિત્વ રહેતું નથી.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્નેહકાય સંબંધિત ત્રણ પ્રશ્નોત્તર છે. સ્નેહકાયનું સ્વરૂપ – તે જલનો એક પ્રકાર છે. પ્રસ્તુત સૂત્રમાં સ્નેહ' ની સાથે સૂક્ષ્મ' વિશેષણનો પ્રયોગ છે, તેથી તે ઓસ આદિ કરતા પણ સૂક્ષ્મજલ રૂપ છે. તે એક પ્રકારના અત્યંત સૂક્ષ્મ, સ્નિગ્ધ, શીત પુદ્ગલ, જે જલની જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર પર્યાયના રૂપમાં નિરંતર વરસે છે. પરંતુ ઓસ આદિની જેમ એકત્રિત થઈને બુંદરૂપે સંગઠિત થઈને રહી શકતી નથી, તે સ્વતઃ તત્કાલ જ નષ્ટ થઈ જાય છે.વૃત્તિકાર અભયદેવ સૂરિએ સ્નેહકાયની વ્યાખ્યા કરી નથી. બૃહતુકલ્પ ભાષ્યની વૃત્તિમાં સ્નેહનો અર્થ હિમ, ઓસ, બરફ આદિ કર્યો છે. તે અહીં પ્રાસંગિક નથી. સ્નેહકાયના ક્ષેત્ર અને કાલ :- તે ઉર્ધ્વલોકમાં વૃત વૈતાઢય પર્વતાદિમાં, અધોલોકમાં– અધોલોકવર્તી ગામોમાં અને તિરછા લોકમાં સર્વત્ર વરસી રહી છે. સૂત્રોનુસાર તે નિરંતર વરસે છે.