________________
શતક–૧ઃ ઉદ્દેશક–$
૧૧
પુદ્ગલ(કર્મ)ની એકરૂપતા ભિન્ન-ભિન્ન શબ્દો દ્વારા દર્શાવી છે
(૧) અળમળવના :- જીવ અને પુદ્ગલ પરસ્પર બદ્ધ છે. એક ક્ષેત્રાવગાઢ—એક આકાશ પ્રદેશ પર સાથે રહેવું, તેને અહીં બદ્ધ અવસ્થા કહી છે.
(૨) અમળ પુરા :- જીવ અને પુદ્ગલ પરસ્પર સ્પષ્ટ છે. પ્રથમ એક બીજાને સ્પષ્ટ થાય અને પછી જ ગાઢ બંધથી સંબદ્ધ થાય છે.
(૩) સામળમોઢા :- લોઢાના ગોળાને તપાવવામાં આવે, ત્યારે અગ્નિ ચારેબાજુથી તેમાં પ્રવેશી જાય છે અને લોઢાનો ગોળો અને અગ્નિ એકમેક બની જાય છે, તેમ આત્મા અને કર્મ પરમાણુ લોલીભૂત થઈ એકમેક થાય છે, તે જ તેની અવગાઢતા છે.
(૪) અખમસિંગે પદિવના :- જીવ-પુદ્ગલ પરસ્પર સ્નેહ પ્રતિબદ્ધ છે. સ્નેહ એટલે રાગાદિ રૂપ ચીકાશ. જેમ તેલયુક્ત વસ્તુ પર ધૂળ–રજ ચીટકી જાય છે, તેમ રાગદ્વેષની ચીકાશથી કર્મો આત્મપ્રદેશ સાથે ચોંટી જાય છે અર્થાત્ તીવ્રબંધ થાય છે.
(૫) મળ્મમહત્તાÇ :- પરસ્પર સમુદાય રૂપે રહેવું. જીવ પ્રદેશ અને કર્મ પુદ્ગલોનો બંધ થાય ત્યારે તેઓ બંને એક સમુદાય રૂપ બની જાય છે.
આ રીતે જીવ અને પુદ્ગલોનો પ્રગાઢ સંબંધ છે. તેમ છતાં બંનેનું તાત્ત્વિક સ્વરૂપ સર્વથા ભિન્ન છે. જીવ અને પુદ્ગલના સંબંધમાં નિમિત્ત કોણ ? :- પ્રસ્તુત સૂત્રાનુસાર આ સંબંધ કેવળ જીવથી કે કેવળ પુદ્ગલથી થતો નથી. બંને તરફથી થાય છે. તે સૂચિત કરવા શાસ્ત્રકારે 'સ્નેહ પ્રતિબદ્ધ' શબ્દ પ્રયોગ કર્યો છે. જીવમાં સ્નેહ–રાગ દ્વેષ આદિ વિભાવોની સ્નિગ્ધતા છે અને પુદ્ગલમાં સ્નેહથી આકર્ષિત થવાની યોગ્યતા છે, આ રીતે ઉભયાત્મક સ્નેહના કારણે પરસ્પર સંબંધ થાયછે. નૌકામાં છિદ્ર છે. બહાર છોલ પાણીથી ભરેલું તળાવ છે. પાણી સહજ રીતે નૌકામાં પ્રવેશ પામે છે. તે જ રીતે જીવ અને પુદ્ગલનો સંબંધ થાય છે.
જીવપ્રદેશ અને કર્મપુદ્ગલની એકમેકતા સૂચક દષ્ટાંત :– સૂત્રકારે પાણી અને છિદ્રવાળી નૌકાના દષ્ટાંતે જીવ–પુદ્ગલની એકમેકના સ્પષ્ટ કરી છે. પાણીથી છલકાતા સરોવરમાં છિદ્રવાળી નાવ ઉતારતા તે પાણીથી પૂર્ણરૂપે ભરાઈ જાય છે અને પાણીમાં ડૂબી જાય છે. તે ડૂબેલી નૌકા અને પાણી જે રીતે એકરૂપ થઈ જાય તે જ રીતે જીવપ્રદેશમાં પુદ્ગલ એકરૂપ થઈને રહે છે. જેમ પાણી અને નૌકાનું અસ્તિત્વ અલગ રહે છે તેમ જીવ અને પુદ્ગલનું અસ્તિત્વ પણ ભિન્ન રહે છે.
સૂક્ષ્મ સ્નેહકાય :
२४ अत्थि णं भंते । सया समियं सुहुमे सिणेहकाये पवडइ ? हंता अत्थि ।
તે મંતે ! વિ કટ્ટે પવડર, અને પવર, રિર્ પવર ? નોયમા! }