________________
૧૦
શ્રી ભગવતી સૂત્ર–૧
२३ से केणट्टेणं भंते ! जाव चिट्ठति ?
गोयमा ! से जहाणामए हरए सिया- पुण्णे, पुण्णप्पमाणे वोलट्टमाणे वोसट्टमाणे समभरघडत्ताए चिट्ठा। अहे णं [अहण्णं ] केइ पुरिसे तंसि हरयंसि एगं महं णावं सयासवं सयछिद्दं ओगाहेज्जा से णूणं गोयमा ! सा णावा तेहिं आसवदारेहिं आपूरमाणी, आपूरमाणी पुण्णा, पुण्णप्पमाणा, वोलट्टमाणा, વોલ:માળા, સમમ યડત્તાણ્ વિદુર ? હતા, વિદુર । તે તેબકેળ નોયના ! अत्थिणं जीवा य पोग्गला य जाव चिट्ठति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જીવ અને પુદ્ગલ આ પ્રકારે રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેમ કોઈ તળાવ હોય તે પાણીથી પૂર્ણ હોય, પાણીથી છલોછલ ભર્યું હોય, પાણીથી છલકાતું હોય, તેનું પાણી બહાર વહેતું હોય, તેમજ તે પાણીથી ભરેલા ઘડાની સમાન હોય. તે તળાવમાં કોઈ પુરુષ સો નાના છિદ્રવાળી અને સો મોટા છિદ્રવાળી એક નૌકા રાખે. તો હે ગૌતમ ! તે નૌકા, તે તે છિદ્રો દ્વારા પાણીથી ભરાતી, અત્યંત ભરાતી, જલથી પરિપૂર્ણ, પાણીથી છલોછલ ભરાતી, પાણીથી છલકાતી, શું ભરેલા ઘડાની સમાન થઈ જાય છે ?
ગૌતમ– હા, ભગવન્ ! તે થઈ જાય છે ?
ભગવાન– હે ગૌતમ ! તે જ રીતે એમ કહેવાય છે કે જીવ અને પુદ્ગલ પરસ્પર બદ્ધ તેમજ પરસ્પર ઘટ્ટિત થઈને રહેલા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવ અને પુદ્ગલોનો પરસ્પરનો ગાઢ સંબંધ દષ્ટાંત દ્વારા સમજાવ્યો છે.
જીવ અને પુદ્ગલ દ્રવ્ય ભિન્ન છે. જીવ ચેતન છે, પુદ્ગલ અચેતન છે. ચેતન કદાપિ અચેતન થતું નથી અને અચેતન કદાપિ ચેતન થતું નથી. તે બંનેમાં અત્યંતાભાવ છે. બંને દ્રવ્યમાં ત્રૈકાલિક સ્વતંત્રતા હોવા છતાં તે બંનેનો સંબંધ થઈ શકે ? આ પ્રકારના વિચારથી શ્રી ગૌતમ સ્વામીએ ઉપરોક્ત પ્રશ્ન પૂછ્યો છે કે જીવ અને પુદ્ગલ પરસ્પર બદ્ઘ, સ્પષ્ટ, અવગાઢ, સ્નેહ પ્રતિબદ્ધ અને એકીભૂત થઈને રહે છે ? ભગવાને કહ્યું, 'હા' તે પ્રમાણે રહે છે.
જીવ અને પુદ્ગલના સંબંધ અને વિસંબંધના આધારે જ જીવના બે પ્રકાર થયા છે—સંસારી જીવ અને સિદ્ધ જીવ. જે જીવ પુદ્ગલ સાથે એકમેક છે, તે સંસારી અને જે જીવ પુદ્ગલથી સર્વથા મુક્ત છે, તેને સિદ્ધ જીવ કહેવાય છે.
સંસારી જીવ અને પુદ્ગલ દૂધ અને પાણીની જેમ એકમેક થઈ ગયા છે. સૂત્રકારે જીવ અને