________________
શતક–૧ : ઉદ્દેશક–$
૧૫૯
લોકસ્થિતિના પ્રશ્ન અને તેનું યથાર્થ સમાધાન :- કોઈ મતાવલમ્બી પૃથ્વીને શેષનાગ પર અને શેષનાગ કાચબા પર, અથવા શેષનાગની ફેણ ઉપર રહેલી માને છે. કોઈ માન્યતા અનુસાર પૃથ્વી ગાયના શિંગ ઉપર રહેલી છે. કોઈ દાર્શનિકો પૃથ્વીને સત્ય પર આધારિત માને છે. આ સર્વ માન્યતાથી લોકસ્થિતિની સમસ્યાનું સમાધાન થતું નથી, તેથી શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો અને ભગવાને તેનું પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ સમાધાન આપ્યું.
સર્વ પ્રથમ આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેના આધારે તનુવાત-પાતળી હવા, તેના આધારે ઘનવાત— જાડી(ઘનીભૂત થયેલી હવા), તેના આધારે ઘનોદધિ- જામેલું (ઘન થયેલું) પાણી, તેના આધારે આ પ્રત્યક્ષ દેખાતી પૃથ્વી રહેલી છે, પૃથ્વી પર ત્રસ—સ્થાવર જીવો રહેલા છે. આ નિયમ અપેક્ષાથી છે અર્થાત્ દેવલોક અને સિદ્ધશિલા માટે આ નિયમ લાગુ પડતો નથી.
અજીવ જીવપ્રતિષ્ઠિત છે :– વૃત્તિકારે અજીવનો અર્થ 'શરીર' કર્યો છે. તેનું તાત્પર્ય એ છે કે અજીવ સૃષ્ટિની જે કાંઈ વિવિધતા પ્રતીત થાય છે, દશ્ય જગત જે દૃષ્ટિગોચર થાય છે તે જીવકૃત છે. તે જીવ તે સહિતના શરીરો અથવા જીવ મુક્ત શરીરો જ છે. તેથી અજીવ જીવ પ્રતિષ્ઠિત છે તે પ્રમાણે કચન છે.
કર્મ પ્રતિષ્ઠિત જીવ ઃ– જીવની જે વિવિધતા છે, તેના જે પરિવર્તનો છે, વિવિધ રૂપો છે તે સર્વ કર્મ નિષ્પન્ન છે. તેથી કર્મ પ્રતિષ્ઠિત જીવ છે, તે કથન છે.
જીવ સંગૃહીત અજીવ :– અજીવ જીવ દ્વારા સંગૃહીત છે. તેમાં કચિત્ એકાત્મક સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેમાં પરિર્વતન થઈ શકે છે.
કર્મ સંગૃહીત જીવ :– કર્મનો જીવ સાથે સંયોગ સંબંધ છે, તેથી તેના દ્વારા જીવમાં પરિવર્તન થાય છે. વૃત્તિકારે 'પ્રતિષ્ઠિત' ની વ્યાખ્યા આધાર—આધેય ભાવની સાથે અને 'સંગૃહીત'ની વ્યાખ્યા સંગ્રાહય –સંગ્રાહક ભાવ સાથે કરી છે.
જીવ અને પુદ્ગલોનો સંબંધ :
२२ अत्थि णं भंते ! जीवा य पोग्गला य अण्णमण्णबद्धा अण्णमण्णपुट्ठा अण्णमण्णओगाढा अण्णमण्णसिणेहपडिबद्धा अण्णमण्णघडत्ताए चिट्ठति? हंता, અસ્થિ ।
ભાવાર્થ :પ્રશ્ન હે ભગવન્ ! શું જીવ અને પુદ્ગલ પરસ્પર સંબદ્ધ છે ? પરસ્પર એકબીજાથી સ્પષ્ટ છે ? અન્યોન્ય અવગાઢ–પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે ? પરસ્પર સ્નિગ્ધતાથી પ્રતિબદ્ધ છે ? અથવા એકીભૂત-પરસ્પર ઘટિત થઈને રહે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! જીવ અને પુદ્ગલ પરસ્પર આ જ પ્રકારે રહે છે.