________________
૧૫૮
શ્રી ભગવતી સૂત્ર–૧
જમ્મુ- સંગડિયા
–
શબ્દાર્થ :-તોષદ્ગિદ્ = લોકસ્થિતિ, વસ્થિ = ચામડાની મશક, આડોવેક્ = વાયુથી ફૂલાવે, ઇધ્ધિ = ઉપરનો ભાગ, મુક્ છોડે છે, વાને - ખોલે છે. પીપ - કટિપ્રદેશમાં કમરમાં, અત્યાહમતારમો લિલિ = અથાહ, દુસ્તર અને પુરુષ પરિમાણથી અધિક, ૩૬ ક્ષિ = પાણીમાં. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે લોકની સ્થિતિ આઠ પ્રકારની છે. જેમ કે આકાશ પ્રતિષ્ઠિત વાયુ છે તેમજ જીવકર્મ સંગૃહીત છે ?
=
ઉત્તર– હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ ચામડાની મશકને વાયુથી(હવા ભરીને) ફૂલાવે. પછી તે મશકનું મુખ બાંધી દે. તત્પશ્ચાત્ મશકની મધ્યભાગમાં ગાંઠ બાંધે. પછી મશકનું મુખ ખોલીને તેની અંદરની હવા બહાર કાઢે. તદાર તે મશકના ઉપરના(ખાલી) ભાગમાં પાણી ભરે અને તે મશકનું મુખ બંધ કરે, તપશ્ચાત્ મશકની વચ્ચેની ગાંઠને છોડી દે. તો હે ગૌતમ ! શું તે મશકમાં ભરેલું પાણી તે હવાની ઉપર, ઉપરના ભાગમાં રહે છે ?
ગૌતમ- હા, ભગવન્ ! રહે છે.
ભગવાન— હે ગૌતમ ! તેથી એમ કહેવાય છે કે આકાશ પ્રતિષ્ઠિત વાયુ છે, તેમજ કર્મોનો ! કે જીવોએ સંગ્રહ કર્યો છે.
તે
અથવા હે ગૌતમ ! કોઈ પુરુષ તે ચામડાની મશકને વાયુ ભરીને, ફૂલાવીને, પોતાની કમર પર બાંધે. પછી તે પુરુષ અથાહ, દુસ્તર અને પુરુષ પરિમાણથી પણ અધિક પાણીમાં પ્રવેશ કરે, તો હે ગૌતમ ! તે પુરુષ પાણીની ઉપરની સપાટી પર રહે છે ?
?
ગૌતમ- હા, ભગવન્ ! રહે છે.
ભગવાન– હે ગૌતમ ! આ જ પ્રમાણે કર્મોએ જીવોને સંગૃહીત કર્યા છે. ત્યાં સુધી લોકની સ્થિતિ (સંસ્થિતિ—અનાદિ રચના)આઠ પ્રકારની કહી છે.
વિવેચન :
તોષનિક્ :- લોકની અનાદિ નૈસર્ગિક રચનાને, સંસ્થિતિને અહીં સ્થિતિ શબ્દથી કહેલ છે. તેના સંબંધમાં શ્રી ગૌતમ સ્વામી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર પ્રભુએ બે દૃષ્ટાંતો દ્વારા આપ્યા છે. (૧) મશકમાં હવા ભરી અર્ધભાગમાં ઉપર પાણી ભરે, તો તે પાણી હવાના આધારે ઉપર રહે છે તેમ, લોકમાં આકાશના આધારે તનવાત, ઘનવાત વગેરે રહે છે. તેના આધારે પાણી અને પૃથ્વી રહે છે. (૨) વાયુથી ફૂલાવેલી મશક કમ્મરે બાંધી કોઈ વ્યક્તિ પાણીમાં પડે, તો તે મશકના આધારે વ્યક્તિ પાણીની ઉપર રહે છે, તેમ આકાશ, હવા, પાણી, પૃથ્વી જીવ અને અજીવ તથા સંગૃહીત કર્મો ક્રમશઃ એકબીજાના આધારે રહે છે.