________________
૧૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
આ પ્રમાણે ઉપરના એક એક સ્થાનનો સંયોગ કરતાં અને નીચેનાં જે જે સ્થાન છે તેને છોડતાં પૂર્વવત્ સમજવું જોઈએ. તેમજ અતીતકાલ, અનાગતકાલ અને પછી સર્વોદ્ધા સર્વકાલ] સુધીના પ્રત્યેક સ્થાનમાં હે રોહા ! કોઈ પૂર્વાપરનો ક્રમ નથી.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. એમ કહી રોહા-અણગાર તપ-સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લોક–અલોક, જીવ-અજીવ, ભવસિદ્ધિક–અભવસિદ્ધિક, સિદ્ધિ-અસિદ્ધિ, સિદ્ધ– સંસારી, લોકાન્ત–અલોકાત્ત, લોકાન્ત-સાતમું અવકાશાંતર, લોકાન્ત-સપ્તમ તનુવાત, આ રીતે લોકાત્ત સાથે ઘનવાત, ઘનોદધિ, સાત પૃથ્વી, દીપ, સાગર, ભરત આદિ સાત ક્ષેત્રો, નારકી આદિ ૨૪ દિંડકના જીવ, અસ્તિકાય, સમય, કર્મ, વેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ અને પર્યાય આદિમાં પૂર્વાપરના ક્રમ વિષયક પ્રશ્નોત્તર છે.
ભગવાને કહ્યું કે પૂર્વોક્ત સર્વ ભાવોમાં પૂર્વાપરનો ક્રમ સંભવિત નથી. કારણ કે આ સર્વ ભાવો શાશ્વત અને અનાદિકાલીન છે. તે ઈશ્વરકૃત કે કોઈ વ્યક્તિકૃત નથી.
લોક–અલોકવાદ - અલોકનો અર્થ છે કેવળ આકાશ અને લોકનો અર્થ છે ચેતન અને અચેતન તત્ત્વથી સંયુક્ત આકાશ. જૈન દર્શનાનુસાર લોક અને અલોકનું આ વિભાજન નૈસર્ગિક છે, અનાદિકાલીન છે. તે ઈશ્વરકત નથી. પ્રાયઃ સર્વ દાર્શનિકોએ લોકને સ્વીકાર્યો છે પરંતુ કોઈ પણ દાર્શનિકે અલોકનો સ્વીકાર કર્યો નથી. અલોકની પ્રરૂપણા તે જૈનદર્શનની મૌલિકતા છે. જૈન દર્શન કોઈ પણ પદાર્થની સિદ્ધિ માટે તેના પ્રતિપક્ષી પદાર્થને પણ અવશ્ય સ્વીકારે છે. લોકની સિદ્ધિ માટે અલોકનો સ્વીકાર અનિવાર્ય છે. લોક, લોકસ્વરૂપે છે કારણ કે તે અલોકરૂપે નથી. સમસ્ત જગત આવા વિરોધી યુગલોથી યુક્ત છે અને અનેકાંતવાદથી તે સિદ્ધ થાય છે. લોક અને અલોકમાં પૂર્વાપરનો ક્રમ નથી, તે શાશ્વત ભાવ છે. જે વસ્તુ કૃત હોય, તેમાં પૂર્વાપરનો સંબંધ સંભવિત છે પરંતુ જે અનાદિ સિદ્ધ છે, તેમાં આ ક્રમ સંભવિત નથી.
દષ્ણત દ્વારા સિદ્ધિ - અનાદિ સિદ્ધ વસ્તુઓમાં ક્રમ નથી, પૂર્વ પશ્ચાદ્ભાવ નથી. સૂત્રમાં તે કૂકડી અને ઇડાના દષ્ટાંતથી સિદ્ધ કર્યું છે. રોહા અણગારે કૂકડી પહેલાં કે ઈંડુ પહેલાં, તેમ જ્યારે પૂછ્યું, ત્યારે શિષ્યની શંકાના સ્પષ્ટીકરણ માટે ભગવાને તેને પ્રતિ પ્રશ્ન કર્યો કે ઈડુ ક્યાંથી આવ્યું? કૂકડી ક્યાંથી આવી? શિષ્યના ઉત્તર દ્વારા જ ભગવાને તેની શંકાઓનું સમાધાન કર્યું છે. ઈડાથી કૂકડી અને કૂકડીથી ઠંડુ પ્રાપ્ત થાય છે, તે બંને શાશ્વત છે. બંને અનાદિકાળથી છે. પહેલાં ઈડુ અને પછી કૂકડી તેવો પૂર્વ પશ્ચાદુર્ભાવ નથી. તેમ લોક વગેરે શાશ્વત ભાવોમાં પૂર્વ પશ્ચાદુભાવ નથી.
તે પ્રશ્નગત જીવ–અજીવ, ભવ્ય-અભવ્ય, સિદ્ધિ-અસિદ્ધિ વગેરે પ્રત્યેક વિરોધી યુગલો શાશ્વત છે, અનાદિ સિદ્ધ છે.