________________
શતક-૧: ઉદ્દેશક-૬
_
૧૫૫ ]
અવકાશાન્તર, ઘનવાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, વર્ષ(ક્ષેત્ર), નારક આદિ જીવ[૨૪ દંડકના જીવ), અસ્તિકાય, સમય, કર્મ, વેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યાય અને કાલ અદ્ધા], તે પહેલાં છે અને લોકાત્ત પછી છે? કે લોકાન્ત પહેલાં છે અને કાલપર્યતના તે સર્વ ભાવો પછી છે? ઉત્તર પૂર્વવતુ સમજવો કે બંને ભાવ શાશ્વત છે, તેમાં કોઈ અનુક્રમ નથી. १८ पुट्वि भंते ! लोयंते, पच्छा अतीतद्धा ?
एवं अतीतद्धा, अणागयद्धा, सव्वद्धा य लोयंतेण सह भाणियव्वा जाव अणाणुपुव्वी एसा रोहा !
जहा लोयंतेणं संजोइया सव्वे ठाणा एते, एवं अलोयंतेण वि संजोएयव्वा સબ્બો ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પહેલાં લોકાંત છે અને પછી અતીતકાલ છે?
ઉત્તર- હે રોહા ! ઉપરોક્ત રીતે અતીતકાલ, અનાગતકાલ અને સર્વદ્વાકાલ આ ત્રણે લોકાંત સાથે કહેવા જોઈએ. હે રોહા ! તેમાં પણ પૂર્વ પશ્ચાતુનો કોઈ ક્રમ કે સંબંધ નથી.
જે રીતે લોકાન્તની સાથે પૂર્વોક્ત સર્વ સ્થાનોનો સંયોગ કર્યો, તે જ રીતે અલોકાત્તની સાથે સર્વ સ્થાનોને જોડવા જોઈએ. | १९ पुट्वि भंते ! सत्तमे उवासंतरे, पच्छा सत्तमे तणुवाए ? एवं सत्तम उवासंतरं सव्वेहि समं संजोएयव्वं जाव सव्वद्धाए ।
पुट्वि भंते ! सत्तमे तणुवाए, पच्छा सत्तमे घणवाए ? एयं पि तहेव णेयव्वं, जाव सव्वद्धा ।
एवं उवरिल्लं एक्केक्कं संजोयंतेणं जो जो हिढिल्लो, तं तं छतेणं णेयव्वं जाव अईय-अणागयद्धा, पच्छा सव्वद्धा जाव अणाणुपुव्वी एसा रोहा ! सेवं भंते ! सेवं भंते ! त्ति जाव विहरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પહેલાં સપ્તમ અવકાશાન્તર છે અને પછી સપ્તમ તનુવાત છે?
ઉત્તર- હે રોહા ! આ જ પ્રમાણે સપ્તમ અવકાશાન્તરનો સર્વોદ્ધા કાલપર્યતના પૂર્વોક્ત સર્વ સ્થાનો સાથે સંયોગ કરવો જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! પહેલાં સપ્તમ તનુવાત છે અને પછી સપ્તમ ઘનવાત છે ? ઉત્તર- હે રોહા! આ તનુવાત પણ પૂર્વવત્ છે. સર્વોદ્ધા સુધી આ જ પ્રમાણે જાણવું જોઈએ.