________________
૧૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
પ્રશ્ન- હે ભગવન્! જે ક્રિયા આત્મકૃત કરાય છે, તે શું આનુપૂર્વી—અનુક્રમથી કરાય છે કે અનાનુપૂર્વી ક્રમ વિના કરાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ક્રિયા અનુક્રમથી કરાય છે, ક્રમ વિના કરાતી નથી. જે ક્રિયા કરી છે, જે ક્રિયા કરાય છે અને જે ક્રિયા કરાશે, તે સર્વ ક્રિયા અનુક્રમપૂર્વક કૃત છે, અનુક્રમ વિના કૃત નથી. એ પ્રમાણે કથન કરવું જોઈએ. | ९ अत्थि णं भंते ! णेरइयाणं पाणाइयाकिरिया कज्जइ ? हंता, अत्थि ।
सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ ? जावणियमा छद्दिसिंकज्जइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું નરયિકો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે?
ઉત્તર- હા, ગૌતમ! કરાય છે. પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો દ્વારા જે ક્રિયા કરાય છે, તે શું સ્પષ્ટ કરાય છે કે અસ્પષ્ટ કરાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સ્પષ્ટ કરાય છે, તેમજ નિયમા છ દિશાઓમાં કરાય છે, ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. |१० सा भंते ! किं कडा कज्जइ, अकडा कज्जइ ? तं चेव जाव णो अणाणुपुस्विकडा त्ति वत्तव्व सिया । जहा रइया तहा एगिदियवज्जा भाणियव्वा जाव वेमाणिया । एगिदिया जहा जीवा तहा भाणियव्वा ।
जहा पाणाइवाए तहा मुसावाए, तहा अदिण्णादाणे, मेहुणे, परिग्गहे, कोहे जाव मिच्छादसणसल्ले । एवं एए अट्ठारस चउवीसं दंडगा भाणियव्वा ॥ सेवं મતે ! તેવું તે .. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નરયિકો દ્વારા જે ક્રિયા કરાય છે તે શું કૃત છે કે અકૃત છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. તેમજ તે અનુક્રમપૂર્વક કૃત છે. અનનુક્રમપૂર્વક કૃત નથી, એ પ્રમાણે કથન કરવું જોઈએ.
એકેન્દ્રિયને છોડીને વૈમાનિક પયતના પ્રત્યેક દંડકોમાં નૈરયિકોની સમાન કથન કરવું જોઈએ. એકેન્દ્રિયોના વિષયમાં ઔધિક[સામાન્ય જીવોની સમાન કથન કરવું જોઈએ.
પ્રાણાતિપાત ક્રિયાની સમાન મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધથી મિથ્યાદર્શન શલ્ય પર્યતના ૧૮ પાપસ્થાનોના વિષયમાં ચોવીસ દંડકનું કથન કરવું જોઈએ.