________________
શતક—૧ઃ ઉદ્દેશક–$
હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન! આ ભાવ આ જ પ્રકારે છે.
૧૫૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સામાન્ય જીવો, તથા ૨૪ દંડકોમાં પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શક્ય પર્યંતની ક્રિયાના સંબંધમાં વિવિધ દૃષ્ટિકોણથી પ્રશ્નોત્તરોનું નિરૂપણ છે.
ક્રિયાઃ– યિતે કૃત્તિ ક્રિયા-મં। જે કરાય છે તે ક્રિયા છે. ક્રિયાને કર્મ કહે છે અથવા કર્મ બંધની હેતભૂત ચેષ્ટાને ક્રિયા કહે છે. તેના પ્રાણાતિપાતાદિ ૧૮ પ્રકાર છે. ક્રિયાની સાથે ત્રણ પરિણમન જોડાયેલા છે. કેમ કે ક્રિયા ત્રૈકાલિક છે. પ્રાણાતિપાતનો અતીતકાલીન સંસ્કાર પ્રાણાતિપાત પાપસ્થાન કહેવાય છે. વર્તમાનમાં થનારી પ્રાણાતિપાતની પ્રવૃત્તિને પ્રાણાતિપાત ક્રિયા કહેવાય અને તે ક્રિયાથી થનારો કર્મબંધ પ્રાણાતિપાતની પરિણતિ કહેવાય છે.
પ્રસ્તુતમાં પ્રાણાતિપાત ક્રિયા વિષયક પ્રશ્નોત્તર છે. તેમાં સૌથી પ્રથમ પ્રશ્ન છે, તે ક્રિયા સ્પષ્ટ છે કે અસ્પષ્ટ ? ઉત્તર- તે ક્રિયા સ્પષ્ટ છે. સ્પષ્ટ એટલે તે ક્રિયા પ્રાણાતિપાત કરનાર સાથે એકાત્મ ઘઈને થાય છે. સમુચ્ચય રીતે ક્રિયા છ દિશામાં સ્પષ્ટ થઈને થાય છે પરંતુ પાંચ સ્થાવરના જીવો લોકાંતે અથવા લોકના નિષ્કુટમાં રહેલા હોય તેને અલોકનો વ્યાઘાત હોય છે, તે ત્રણ, ચાર કે પાંચ દિશાને સ્પર્શે છે. ત્રસ જીવોને અવશ્ય છ દિશાની ક્રિયા લાગે છે. યાવતુ પદથી પૂર્વોક્ત અવગાઢ–અનંતરાવગાઢ આદિ પદોનું ગ્રહણ થાય છે. તે ક્રિયા આત્મકૃત છે અર્થાત્ તે ઈશ્વરાદિ કૃત નથી. તેમજ પ્રત્યેક ક્રિયા અનુક્રમથી જ થાય છે. ક્રિયામાં પૂર્વાપરના ક્રમની વ્યવસ્થા હોવાથી ક્રિયા આનુપૂર્વીથી થાય છે. પૂર્વ-પશ્ચાતુનો ક્રમ આનુપૂર્વીમાં જ હોય છે.
રોહા અણગાર
રોહા અણગાર પ્રભુ મહાવીરના વિનીત શિષ્ય હતા. જેઓ સાધકને યોગ્ય સર્વ ગુણસંપન્ન હતા. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા હતા. એકદા તેમના અંતરમાં લોક અશોક, જીવ અજીવ, સિદ્ધિ—અસિદ્ધિ, કૂકડી−ઈડું વગેરે અનેક પદાર્થોમાં પૂર્વ-પશ્ચાદ્ભાવ વિષયક શંકા થઈ. તેમણે પ્રભુ સમક્ષ વિનમ્રભાવે જિજ્ઞાસા પ્રગટ કરી. પ્રભુએ પોતાના જ્ઞાનથી પ્રત્યુત્તર આપ્યો કે લોક–અલોક, ફૂંકડી ઇડું આદિ પ્રત્યેક અનાદિકાલીન શાશ્વત ભાવો છે, તેમાં પૂર્વ પશ્ચાદ્ભાવ નથી. પહેલાં કૂકડીમાંથી ડું થયું કે ઇંડામાંથી કૂકડી થઈ, તેમ કહી શકાતું નથી.
રોહા અાગારની શંકાનું સમાધાન થઈ ગયું અને તરત જ પોતાના આત્મભાવમાં લીન બની ગયા. રોહા અણગારના પ્રશ્નો :
११ तेणं कालेणं, तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी रोहे