________________
[ ૧૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧)
असीइभंगा । जेहिं ठाणेहिं णेरइयाणं सत्तावीसं भंगा, तेसु ठाणेसु सव्वेसु अभंगयं । ભાવાર્થ :- સ્થાનોમાં નૈરયિક જીવોના ૮૦ ભંગ કહ્યા છે. તે સ્થાનોમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના ૮૦ ભંગહોય છે.વિશેષતા એ છે કે સમ્યગુદષ્ટિ, આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાનઆ ત્રણ સ્થાનમાં બેઈન્દ્રિય આદિ જીવોને ૮૦ ભંગ હોય છે તથા જે સ્થાનોમાં નારક જીવોના ૨૭ ભંગ કહ્યા છે, તે સર્વ સ્થાનો અહીં અભંગક છે.
વિવેચન :
વિકસેન્દ્રિય જીવોમાં નારકોથી ભિન્નત્વઃ- નારકોમાં જે જે સ્થાનમાં ૨૭ ભંગ કહ્યા છે, તે તે સ્થાનોમાં વિકસેન્દ્રિયમાં અભંગક કહેવા અને જ્યાં નારકમાં ૮૦ ભંગ કહ્યા છે ત્યાં ૮૦ ભંગ કહેવા પરંતુ વિશેષતા એ છે કે વિકસેન્દ્રિયને મિશ્ર દષ્ટિ નથી. તેથી તત્સંબંધી ભંગનું કથન ન કરવું. તેમજ સમ્યગુ દષ્ટિ અને આભિનિબોધિક જ્ઞાન તથા શ્રુતજ્ઞાનમાં પણ ૮૦ ભંગ કહેવા કારણ કે તે ત્રણે સ્થાન ત્યાં અશાશ્વત છે અર્થાતુ અપર્યાપ્તમાં સાસ્વાદન સમકિતની અપેક્ષાએ તે ત્રણે બોલ ક્યારેક જ હોય છે. તેથી ૮૦ ભંગ થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિયોમાં દશ દ્વાર અને ભંગસંખ્યા :| ३० पंचिंदियतिरिक्खजोणिया जहा णेरइया तहा भाणियव्वा । णवरं- जेहिं सत्तावीसं भंगा तेहिं अभंगयं कायव्वं । जत्थ असीइ तत्थ असीइ चेव । ભાવાર્થ :- જે પ્રમાણે નૈરયિકના વિષયમાં કહ્યું છે, તે જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના વિષયમાં પણ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જે જે સ્થાનોમાં નારક જીવોના ૨૭ ભંગ કહ્યા છે, તે તે
સ્થાનો અહીં અભંગક કહેવા જોઈએ અને જે સ્થાનોમાં નારકોમાં ૮૦ ભંગ કહ્યા છે તે સ્થાનોમાં પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવોના પણ ૮૦ ભંગ જાણવા જોઈએ.
વિવેચન :
- આ સૂત્રમાં તિર્યંચ પંચેન્દ્રિયના સંબંધમાં, ભંગસંખ્યા બેઈન્દ્રિયની સમાન છે, તે પ્રમાણે કથન કર્યું છે અર્થાત્ નારકી કરતાં બેઈન્દ્રિય જીવોમાં ભંગ સંબંધી જે ભિન્નતા કહી છે, તે જ ભિન્નતા અહીં તિર્યંચ પંચેન્દ્રિયના સંબંધમાં પણ જાણવી. તેમાં આહારકને છોડીને ચાર શરીર, વજઋષભનારાચ આદિ છ સંઘયણ, છ સંસ્થાન, છ લેશ્યાઓ અને ત્રણ દષ્ટિ હોય છે, તે સર્વ અભંગક છે. મિશ્રદષ્ટિમાં ૮૦ ભંગ કહેવા.
મનુષ્યોમાં દશ દ્વાર અને ભંગસંખ્યા :|३१ एवं मणुस्साणं वि जेहिं ठाणेहिं णेरइयाणं असीइभंगा तेहिं ठाणेहिं