________________
શતક-૧: ઉદ્દેશક-૫
_.
[ ૧૩૯]
| २८ असंखेज्जेसु णं भंते ! पुढविकाइयावास सयसहस्सेसु एगमेगंसि पुढविकाइयावासंसि जहणियाए ठिईए वट्टमाणा पुढविकाइया किं कोहोवउत्ता, माणोवउत्ता, मायोवउत्ता, लोभोवउत्ता?
गोयमा ! कोहोवउत्ता वि, माणोवउत्ता वि, मायोवउत्ता वि, लोभोवउत्ता वि।एवं पुढविकाइयाणं सव्वेसु वि ठाणेसु अभंगयं । णवरं तेउलेस्साए असीइभंगा,
एवं आउक्काइया वि । तेउक्काइया, वाउक्काइयाणं सव्वेसु वि ठाणेसु अभंगयं । वणस्सकाइया जहा पुढविक्काइया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પૃથ્વીકાયિક જીવોના અસંખ્યાત લાખ આવાસોમાંથી એક એક આવાસમાં રહેતા જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક શું ક્રોધોપયુક્ત છે, માનોપયુક્ત છે, માયોપયુક્ત છે કે લોભોપયુક્ત છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ક્રોધોપયુક્ત પણ છે, માનોપયુક્ત પણ છે, માયોપયુક્ત પણ છે અને લોભોપયુક્ત પણ છે. આ પ્રકારે પૃથ્વીકાયિકોનાં સર્વ સ્થાનોમાં અભંગક છે. વિશેષતા એ છે કે તેમાં તેજોલેશ્યામાં ૮૦ ભંગનું કથન કરવું જોઈએ.
એ જ પ્રમાણે અપકાયના સંબંધમાં જાણવું જોઈએ. તેજસુકાય અને વાયુકાયનાં સર્વ સ્થાનોમાં અભંગ છે. વનસ્પતિકાયિક જીવોના સંબંધમાં પૃથ્વીકાયિકોની સમાન જાણવું વિવેચન :
પાંચ સ્થાવર જીવોનો વિરહકાલ નથી. પ્રત્યેક સ્થાનમાં તે જીવો અસંખ્ય અને અનંત જ ઉત્પન્ન થાય છે. આ કારણે તેમાં એક, અનેક આદિ વિકલ્પો નથી, તેથી તેને અભંગક કહ્યા છે. પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં તેજલેશી દેવ ઉત્પન્ન થાય છે, તે અપેક્ષાએ તેજલેશ્યા હોય છે. તે જીવો અત્યંત અલ્પ અને અલ્પકાલિક હોય છે. ક્યારેક તેવા જીવોનો વિરહ પણ હોય છે, તેથી તેજોલેશી જીવ અશાશ્વત હોય છે. તેથી તેમાં ૮૦ ભંગ હોય છે, શેષ સર્વ સ્થાનમાં અભંગક છે. તેજસ્કાય અને વાયુકાર્યમાં દેવ ઉત્પન્ન થતા નથી તેથી તેમાં તેજોલેશ્યા નથી. વાયુકાયને ચાર શરીર છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ. શેષ ચાર સ્થાવરને ત્રણ શરીર છે. તે જીવો હુંડ સંસ્થાની, એકાંત મિથ્યાત્વી, અજ્ઞાની હોય છે. તે સર્વ સ્થાનમાં અભંગક હોય છે. વિકસેન્દ્રિયોમાં દશદ્વાર અને ભંગસંખ્યા :| २९ बेइदिय-तेइंदिय-चउरिंदियाणं जेहिं ठाणेहिं णेरइयाणं असीइभंगा तेहिं ठाणेहिं असीई चेव । णवरं अब्भहिया सम्मत्ते, आभिणिबोहियणाणे, सुयणाणे य; एएहिं