________________
૧૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
(૯) લોભી અનેક, માની એક, ક્રોધી એક. (૧૦) લોભી અનેક, માની એક, ક્રોધી અનેક. (૧૧) લોભી અનેક, માની અનેક, ક્રોધી એક. (૧૨) લોભી અનેક, માની અનેક, ક્રોધી અનેક. ચતઃ સંયોગીના આઠ ભંગ :
લોભી અનેક, માયી એક, માની એક, ક્રોધી એક. લોભી અનેક, માયી એક, માની એક, ક્રોધી અનેક. લોભી અનેક, માયી એક માની અનેક, ક્રોધી એક. લોભી અનેક, માયી એક, માની અનેક, ક્રોધી અનેક. લોભી અનેક, માયી અનેક, માની એક, ક્રોધી એક. લોભી અનેક, માયી અનેક, માની એક, ક્રોધી અનેક. લોભી અનેક, માયી અનેક, માની અનેક, ક્રોધી એક. લોભી અનેક, માયી અનેક, માની અનેક, ક્રોધી અનેક.
આ રીતે અસંયોગીનો ૧ ભંગ + દ્ધિક સંયોગીના ૬ ભંગ + ત્રિક સંયોગીના ૧૨ ભંગ + ચતુઃ સંયોગીના ૮ ભંગ = કુલ ૨૭ ભંગ થાય છે.
દેવોમાં લોભનું બાહુલ્ય હોવાથી લોભ' કષાય પ્રત્યેક ભંગમાં બહુવચનમાં રાખવો જોઈએ. અન્ય કારોમાં વિશેષતા :- અસુરકુમાર આદિ સંહનન રહિત છે. પરંતુ તેના શરીર સંઘાતરૂપે જે પુદ્ગલો પરિણમે છે તે ઈષ્ટ અને સુંદર હોય છે. તેના ભવધારણીય શરીરનું સંસ્થાન સમચતુરસ હોય છે અને ઉત્તર વૈક્રિય શરીર છ માંથી કોઈ પણ એક સંસ્થાનમાં પરિણત થઈ શકે છે તથા તેઓને કૃષ્ણ, નીલ, કાપોત અને તેજલેશ્યા હોય છે.
એકેન્દ્રિયોમાં દશ દ્વાર અને ભંગસંખ્યા :२७ असंखेज्जेसु णं भंते ! पुढविकाइयावाससयसहस्सेसु एगमेगंसि पुढविकाइयावाससि पुढविकाइयाण केवइया ठिइट्ठाणा पण्णत्ता ? ____ गोयमा ! असंखेज्जा ठिइट्ठाणा पण्णत्ता, तं जहा- जहणिया ठिई जाव तप्पाउग्गुक्कोसिया ठिई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોના અસંખ્યાત લાખ આવાસોમાંથી એક એક આવાસમાં રહેતા પૃથ્વીકાયિક જીવોના કેટલા સ્થિતિસ્થાન છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના અસંખ્ય સ્થિતિ સ્થાન છે. તે આ પ્રમાણે છે– જઘન્ય સ્થિતિ (અંતમુહૂત) એક સમય અધિક જઘન્ય સ્થિતિ, બે સમય અધિક જઘન્ય સ્થિતિ ઈત્યાદિ તદ્રસ્થાન યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ.