________________
શતક-૧: ઉદ્દેશક-૫ _.
[ ૧૩૭ ] एएणं गमेणं णेयव्वं जाव थणियकुमाराणं, णवरं णाणत्तं जाणियव्वं। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ૬૪ લાખ અસુરકુમારાવાસોમાંથી એક એક અસુરકુમારાવાસમાં રહેતા અસુરકુમારોનાં કેટલા સ્થિતિ સ્થાન કહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ! તેના સ્થિતિ સ્થાન અસંખ્યાત છે. જેમ કે- જઘન્ય સ્થિતિ, એક સમય, અધિક જઘન્ય સ્થિતિ ઈત્યાદિ સર્વ વર્ણન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં ભંગનું કથન પ્રતિલોમ-ઉલટા ક્રમથી કરવું જોઈએ. જેમ કે
[નારક જીવોમાં ક્રોધનું બાહુલ્ય હોય છે. પરંતુ દેવોમાં લોભનું બાહુલ્ય છે. તેથી પ્રત્યેક ભંગ લોભ બહુવચનાન્તના જ જાણવા.) સર્વ અસુરકુમાર લોભયુક્ત છે અથવા (૧) અનેક લોભી- એ માયી (૨) અનેક લોભી- અનેક માયી, આ રીતે ભંગ કરવા. આ જ પ્રમાણે સ્વનિતકુમાર પર્યત સમજવું. નારક જીવો કરતા દેવોનાં સંસ્થાન, વેશ્યા આદિમાં ભિન્નતા જાણવી. ભવનપતિ દેવોમાં સમચતુરસ સંસ્થાન અને પ્રથમની ચાર લેશ્યા હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શાસ્ત્રકારે ભવનપતિ દેવોમાં સ્થિતિ આદિ દ્વારોનું નિરૂપણ કરીને, તત્ સંબંધિત ભંગોનું કથન કર્યું છે.
દેવોમાં ભંગ સંખ્યા :- નારકોમાં ક્રોધની બહુલતા હોય છે અને દેવોમાં લોભની અધિકતા છે. તેથી નારકોમાં ૨૭ ભંગ ક્રોધ, માન, માયા, લોભ એ ક્રમથી કર્યા છે, દેવોમાં તેથી વિપરીત ક્રમ છે. લોભ, માયા, માન અને ક્રોધ.
દેવોમાં પ્રાપ્ત થતા ૨૭ ભંગ :(૧) અસંયોગીનો એક ભંગ–સર્વ જીવો લોભી હિક સંયોગીના છ ભંગ :(૧) લોભી અનેક, માયી એક (૨) લોભી અનેક, માયી અનેક (૩) લોભી અનેક માની એક (૪) લોભી અનેક માની અનેક (૫) લોભી અનેક ક્રોધી એક () લોભી અનેક ક્રોધી અનેક ત્રિક સંયોગીના ૧૨ ભંગ :(૧) લોભી અનેક, માયી એક, માની એક. (૨) લોભી અનેક, માયી એક, માની અનેક (૩) લોભી અનેક, માયી અનેક, માની એક. (૪) લોભી અનેક, માયી અનેક, માની અનેક. (૫) લોભી અનેક, માયી એક, ક્રોધી એક. (૬) લોભી અનેક, માયી એક, ક્રોધી અનેક. (૭) લોભી અનેક, માયી અનેક, ક્રોધી એક. (૮) લોભી અનેક, માયી અનેક, ક્રોધી અનેક.